________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જગાડે છે. જાગ રે જાગ ભગવાન! જાગવાનાં હવે ટાણાં આવ્યાં ત્યારે નિંદર પાલવે નહિ. આમ મીઠાં હાલરડાં ગાઈને જિનવાણી માતા અને મોહનિદ્રામાંથી જગાડે છે.
પુણ્ય અને પાપના ભાવ તો મલિન છે અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ છે. સદાય એટલે ત્રણેય કાળ આત્મા અતિનિર્મળ છે. એકેન્દ્રિય-નિગોદમાં હો કે પંચેન્દ્રિયમાં હો, વસ્તુ જે દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિર્મળાનંદ ચૈતન્યમય પ્રભુ જ છે. અહીં નિર્મળ ન કહેતાં અતિનિર્મળ કહ્યો છે. એટલે આત્મા-દ્રવ્ય નિર્મળ, તેના ગુણ નિર્મળ અને તેની કારણપર્યાય પણ નિર્મળ એમ ત્રણે કાળે આત્મા અતિનિર્મળ છે. અહાહા..! પવિત્રતાના સ્વભાવથી ભરેલો, નિર્મળાનંદનો નાથ, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ છે, પવિત્ર છે. જાણગ-જાણગ-જાણગ-એમ જાણગસ્વભાવપણે જ્ઞાયક હોવાથી તે અત્યંત પવિત્ર જ છે, ઉજ્વળ જ છે. તેનું સ્વરૂપ જ આવું
આસ્રવો કહેતાં પુણ્ય-પાપ બને એમાં આવી જાય છે. સાત તત્ત્વમાં જે આસ્રવ તત્ત્વ કહ્યું છે તેમાં પુણ્ય-પાપ ગર્ભિત છે. નવ તત્ત્વ કહ્યાં છે ત્યાં પુણ્ય-પાપને જુદા પાડીને નવ કહ્યાં છે. જ્ઞાનીને શુભાશુભ બને ભાવ આવે છે, પરંતુ તેને એનું જ્ઞાનમાં ભિન્નપણે જ્ઞાન વર્તે છે. અહાહા ! અતિનિર્મળ નિજ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરનાર જ્ઞાની શુભાશુભભાવોને, પુણ્ય-પાપના ભાવોને મેલપણે જાણે છે. પુણ્યના ભાવને પણ તે છોડવા યોગ્ય, હેય જાણે છે, માને છે.
જુઓ! શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. તેમને હજારો રાણીઓ હતી. હજારો રાજાઓ તેમની સેવા કરતા. અપાર વૈભવ હતો. પુરુષાર્થની નબળાઈને કારણે વિષયોની પ્રવૃત્તિ પણ હતી. છતાં તે વખતે આત્મા આસવોથી ભિન્ન છે એવું તેમને ભેદજ્ઞાન વર્તતું હતું. ચારિત્રનો દોષ હતો તે જ વખતે હું એનાથી (દોષથી) ભિન્ન છું એવું ભાન હતું. અહહ...! રાગથી ભિન્ન હું તો વિજ્ઞાનઘન સ્વરૂપ અતિનિર્મળ છું એવું જે ભાન થયું હતું તે ક્ષણમાત્ર પણ તેમને ખસતું નહોતું. ધર્મી જીવને આવી જે અંતરંગમાં ભેદજ્ઞાનની ક્રિયા વર્તે છે તેનાથી બંધનો સહજ નિરોધ થાય છે. લ્યો, આ એક બોલ થયો.
હવે બીજો બોલ કહે છે-“આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે માટે તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.” શુભરાગ હો કે અશુભરાગ હો; તે બને અચેતન છે. તે નથી જાણતા પોતાને કે નથી જાણતા પરને. તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે. ગજબ વાત છે! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય કે જે ભાવે ઇન્દ્રાદિ પદ મળે તે ભાવ જડ, અચેતન છે; અન્યથા એનાથી બંધ કેમ થાય? પુણ્ય-પાપના ભાવમાં ચૈતન્યના પ્રકાશનું નૂર નથી, એમાં જ્ઞાનનું કિરણ નથી. પુણ્ય-પાપના ભાવ તો અંધકાર છે. દયા, દાન, ભક્તિ આદિ પરિણામ અંધકાર છે, ચૈતન્યથી શૂન્ય છે, તેઓ સ્વ-પરને જાણતા નથી પણ તેઓ ચૈતન્યદ્વારા જણાય છે. માટે તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com