SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૮૬ ] [ ૨૫૧ દ્રવ્યની પરિણતિના બે કર્તા ન હોય. દ્રવ્યની પરિણતિ તે વસ્તુ છે અને દ્રવ્ય પણ વસ્તુ છે. દ્રવ્યની વિકારી પર્યાય પણ વસ્તુ છે; તે વિકાર અવસ્તુ નથી. પર્યાય પણ પર્યાયપણે વસ્તુ છે. આત્માની અશુદ્ધ પરિણતિ આત્મા પણ કરે અને જડર્મ પણ કરે-એમ એક પરિણતિના કર્તા ન હોય. ભાષાની પરિણતિને ભાષાવર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ હોતું નથી એમ અહીં કહે છે. ‘ વ’ વળી ‘પુસ્ય કે જર્મની ન' એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. વિકારી પરિણામ પણ જીવનું કર્મ અને જડકર્મનો જે બંધ થાય એ પણ જીવનું કર્મ એમ એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. જડકર્મના ઉદયની પર્યાય થઈ તે પુદ્દગલનું કર્મ અને જીવમાં જે વિકારી પરિણામ થયા તે પણ પુદ્દગલનું કર્મ એમ એક દ્રવ્ય બે દ્રવ્યોનાં કાર્ય ન કરે. કેટલી સ્પષ્ટતા કરી છે! જીવ બોલવાનો રાગ પણ કરે અને બોલવાની ભાષા પણ કરે એમ એક દ્રવ્ય બે કાર્ય ન કરે એમ સિદ્ધાંત કહે છે. કેટલાક અત્યારે એમ કહે છે કે વિકા૨ ૫૨થી થાય છે, પોતાથી નહિ–એમ ન માને તે મિથ્યાદષ્ટિ છે. અરે! લોકોને સત્ય મળ્યું જ નથી ત્યાં શું થાય ? ભાઈ ! આ તો પ્રભુનો માર્ગ શૂરાનો છે, કાયરનું કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે “વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” વિકાર પર કરાવે, મારા પુરુષાર્થના દોષથી ન થાય-એમ જે માને તે કાયર છે કેમકે એને પુરુષાર્થ જ જાગ્રત નહિ થાય. તે અજ્ઞાની કાય૨ છે. અહીં કહે છે કે એક દ્રવ્યનાં બે કર્મ એટલે કાર્ય ન હોય. જડ કર્મ પોતાનું પણ કાર્ય કરે અને જીવના વિકારનું કાર્ય પણ કરે-એમ ન હોય. અરે પ્રભુ! સમજ્યા વિના ‘જય ભગવાન, જય ભગવાન' કરે પણ એ માર્ગ નથી. તથા આ બહારની પંડિતાઈનો માર્ગ નથી. આ તો વસ્તુના સ્વરૂપની યથાર્થ દષ્ટિ કરવાનો માર્ગ છે. ખરેખર તો જે સમ્યગ્દષ્ટિ છે તે જ પંડિત છે; સ્વામી કાર્તિકેયે પણ એમ કહ્યું છે. ‘=’ અને ‘ક્ષ્ય કે યેિ ન' એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પૂર્વની પર્યાય પલટીને આત્મા વિકારરૂપે થાય અને જડકર્મરૂપે પણ થાય એમ એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી. ‘ યત:’ કારણ કે ‘મ્ અનેક્ ન ચાત્' એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. કેટલું સ્પષ્ટ કર્યું છે! પોતાની પર્યાય પરદ્રવ્યરૂપ ન થાય અને પરદ્રવ્યની પર્યાય પોતાની પર્યાયરૂપ અર્થાત્ જીવરૂપ ન થાય. એક દ્રવ્ય અનેક દ્રવ્યની પરિણતિને ન કરે એમ કહે છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય એક પછી એક નિયમસર થવાની હોય તે જ થાય છે. નિર્વિકારી પર્યાય પણ પોતાથી એક પછી એક ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે. સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy