________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૪૭ પરિણતિથી તે પર્યાય થાય છે. તો કોઈ કહે છે કે જો કર્મના નિમિત્ત વિના વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય ! અરે ભાઈ! વિભાવરૂપે થાય તે પણ જીવનો પોતાનો પર્યાયસ્વભાવ છે. ‘સ્વસ્થ ભવનમ્ સ્વભાવ:' પોતાની શુદ્ધ-અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન થાય તે પોતાનો સ્વભાવ છે. આ ત્રિકાળી સ્વભાવની વાત નથી. આ તો પર્યાયસ્વભાવની વાત છે. પર્યાય વિભાવરૂપ થાય તે પર્યાયનો સ્વભાવ છે.
પ્રશ્ન:- તો શું કર્મ વિના વિકાર થાય છે?
ઉત્તર- હા, નિશ્ચયથી કર્મ વિના વિકાર પોતાથી થાય છે. કર્મની પર્યાય કર્મથી થાય છે. જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્ય બંને મળીને એક પર્યાયરૂપ પરિણમતાં નથી. જીવની પર્યાયને જીવ કરે અને જડકર્મ પણ કરે એમ છે નહિ. કળશટીકામાં કહ્યું છે કે- “ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા -કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી.
અશુદ્ધ પરિણામ એકાંત પોતાથી થાય છે, કર્મથી બીલકુલ નહિ-આનું નામ અનેકાંત છે. કર્મ પોતાની ભિન્ન સત્તા છોડી આત્મામાં આવી જાય તો તે અશુદ્ધ પરિણામને કરે; પણ એમ બનતું નથી. તેમ જીવ પોતાની સત્તા છોડી જડકર્મરૂપે થાય તો તે કર્મપરિણામને કરે. પરંતુ પોતાની સત્તા કોઈ દ્રવ્ય ત્રણકાળમાં છોડતું નથી. માટે જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તાકર્મ-ક્રિયાપણું ઘટતું નથી. પંડિત રાજમલજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે. અહો ! પહેલાંના પંડિતોએ બહુ સરસ કામ કર્યું છે.
પંડિત બનારસીદાસ તો શ્વેતાંબરમાં જન્મેલા. પણ દિગંબરની વાત સાંભળી ત્યાં થઈ ગયું કે માર્ગ તો આ જ સત્ય છે. અહીં કહે છે-બે દ્રવ્યની એક પરિણતિ થતી નથી; “યત:' કારણ કે મને સવા બનેરુમ્ વ' અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ રહે છે, પલટીને એક થઈ જતાં નથી.
કળશટીકામાં કળશ પર ના ભાવાર્થમાં કહ્યું છે કે “ જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવ-વસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમકે એક સત્ત્વમાં કર્તાકર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સ્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે?
આત્મા કર્મબંધનની પર્યાયને કરે અને જડકર્મ જીવના વિકારી પરિણામને કરે એવું જાણપણું એ મિથ્યાજ્ઞાન છે. એક સત્તામાં પણ કર્તા-કર્મ ના ભેદ જો ઉપચાર છે તો પર સત્તામાં આત્મા કરે અને આત્માની સત્તામાં પર કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. કર્મથી વિકાર થાય એ વાત તદ્દન ખોટી છે. અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને અને જૈનો જડકર્મને કર્તા માને -એ બધું સમાન રીતે અજ્ઞાન જ છે. અહીં તો કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com