________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
સમયસારની સાતમી ગાથામાં લીધું છે કે વસ્તુ ભેદાભેદસ્વરૂપ છે. સમજાવવામાં જે ભેદ પડે છે તે અંદર ભેદ છે. પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ અભેદ કહેવાય પણ વસ્તુમાં ગુણ અને પર્યાયનો ભેદ છે. અભેદની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ છે. ભેદથી જુઓ તો ત્રણનો ભેદ છે. વસ્તુ ભેદાભેદસ્વરૂપ છે. કઈ અપેક્ષાએ કથન છે તે યથાર્થ જાણવું જોઈએ. એકાંતે અભેદ કહો તો ગુણ-પર્યાયનો ભેદ સિદ્ધ નહિ થાય અને એકાંત ભેદ કહો તો અભેદ સિદ્ધ નહિ થાય. માટે ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે કે- “ વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.”
વળી ત્યાં કહ્યું છે—“ અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે, તેથી ભેદને ગૌણ કરીને ભેદને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.”
જુઓ આ એકાંત! એકાંત અભેદ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. અનેકાંત લક્ષમાં હોવા છતાં સમ્યક્ એકાંત જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડાનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દૃષ્ટિનો વિષય છે. સમયસારની ૧૪ મી ગાથામાં પણ સમ્યક્ એકાંતનું કથન આવે છે કે “જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.” એકાંત જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અનેકાંત ઉ૫૨ દષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બન્ને ઉપર દષ્ટિ રહે તો સમ્યગ્દર્શન ન થાય.
વસ્તુ અભેદ છે એમ વાત આવે તે અપેક્ષાથી કથન છે. ૫૨થી ભેદ છે માટે પોતાની અપેક્ષાએ અભેદ કહ્યું છે. ત્યાં સાતમી ગાથામાં તો એમ કહ્યું કે અભેદ જે ત્રિકાળી વસ્તુ છે તેમાં પર્યાય નથી, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, ભેદ વ્યવહાર પણ નથી. એ તો અભેદની દૃષ્ટિ કરાવવાના પ્રયોજનથી પર્યાયાદિ નથી એમ કહ્યું છે. વસ્તુ તો ભેદાભેદસ્વરૂપ છે. વીતરાગ થયા બાદ ભેદાભેદનો જ્ઞાતા થઈ જાય છે. ત્યારે દ્રવ્યને જાણે છે, પર્યાયને પણ જાણે છે. પણ જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.
રાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. ભેદનું જ્ઞાન તો કેવળજ્ઞાનીને પણ છે. કેવળી ભગવાન ભેદ–અભેદ બધું જાણે છે. ભેદને જાણવું તે રાગનું કારણ નથી, પણ રાગી પ્રાણીને ભેદનું લક્ષ થતાં રાગ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com