________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ *કળશ ૫૧: ભાવાર્થ ઉપરનું પ્રવચન * દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો, દ્રવ્યદૃષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિથી ભેદ છે.
શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૫માં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. દ્રવ્યદૃષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધાં પડખાને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાષ્ટિ છે. પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે –‘ઘનયમૂઢા હિ પરસમયા’ પર્યાયમૂઢ જીવો પરસમય છે.
ત્યારે કોઈ વાંધો લે છે કે પર્યાય તો પોતાની છે. તેને માને તે મૂઢ કેમ કહેવાય? તેને કહે છે- અરે ભાઈ ! એક સમયની પર્યાયને પોતાનું સ્વરૂપ માને તે પરસમય છે કેમકે પર્યાય જેટલો જ ત્રિકાળી આત્મા નથી. પર્યાય જેટલો આત્માને માને અને ત્રિકાળી દ્રવ્યને ન માને તે પર્યાયમાં મૂઢ છે, તે પરસમય છે, મિથ્યાદષ્ટિ છે. સમકિતી જીવની પ્રશંસા કરતાં નાટક સમયસારમાં બનારસીદાસ કહે છે કે
“સ્વારથકે સાચે પરમારથકે સાચે ચિત્ત,
સાચે સાચે જૈન કહેં સાચે જૈનમતી હૈં, કાહૂકે વિદ્ધિ નહિ પરજાયબુદ્ધિ નાહિ,
આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈં. સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસૈ ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લચ્છિસૌ અજાચી લચ્છપતી હૈં દાસ ભગવંતકે ઉદાસ રહેં જગતસૌં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.” સમકિતીને પર્યાયબુદ્ધિ હોતી નથી. ધર્માત્મા તો સ્વરૂપના લક્ષના લક્ષપતિ છે. ધનાદિ સંપત્તિના સ્વામી લખપતિ એ વાત નહિ. નિજ ચૈતન્યસ્વરૂપ લક્ષ્મીનું જેને લક્ષ છે તે લક્ષપતિ છે. અજાચી લક્ષપતિ છે એટલે પરથી પોતાનું કાર્ય થાય એમ માનતા નથી. અહાહા..! ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી આવા હોય છે. મુનિપણાની તો શી વાત! અહો મુનિપણું! ધન્ય ક્ષણ! ધન્ય અવતાર! મુનિપણું એ તો સાક્ષાત્ ચારિત્રની આનંદદશા ! લોકો સમ્યગ્દર્શન વિના વ્રતાદિ ગ્રહીને ચારિત્ર માને છે, પણ એમાર્ગ નથી.
અહીં કહે છે-દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે અને પર્યાયદષ્ટિએ ભેદ છે. “ભેદદષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com