________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પત્નીનો સ્વામી થાય, રાજ્યનો સ્વામી થાય, સંસ્થાનો સ્વામી થાય એ બધા મિથ્યાદષ્ટિ છે. તથા બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હરવા-ફરવાની ઈત્યાદિ શરીરની અનેક ક્રિયાઓ થાય ત્યાં જે શરીરની ક્રિયાને અને પોતાને એક માને છે તે મિથ્યાદષ્ટિ છે.
આત્માની અને પુદ્ગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. આત્માના પરિણામ અને શરીર, મન, વાણી, પૈસાના પરિણામ જો એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય. મારું અસ્તિત્વ પરથી અને પરનું અસ્તિત્વ મારાથી-એમ હોય તો બધાં દ્રવ્યોનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે. માટે એમ છે નહિ એમ યથાર્થ સ્વીકારવું. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૫૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ા: પરિણમતિ : વર્તા' જે પરિણમે છે તે કર્તા છે, “: પરિણામ: ભવેત્ તત્ ' (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે. જે દ્રવ્ય પરિણમન કરનાર છે તે પરિણામનું કર્તા છે. જડના પરિણામનો કર્તા જડ છે. ખાવાપીવાના પરિણમનની ક્રિયાનું કર્તા જડ દ્રવ્ય છે. પરિણમે તે કર્તા છે. આ આંગળી હુલે તે ક્રિયા પુદ્ગલની છે. તેનો આધાર આત્મા નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનો આધાર પોતાનો આત્મા છે. પરના પરિણામનો આધાર તે તે પરમાણુ છે. દેહનો આધાર આત્મા છે એમ માને તે જૂઠું છે. લોકો કહે છે કે જીવ છે ત્યાં સુધી શરીર ચાલે. પણ અહીં કહે છે કે શરીરને જીવનો આધાર નથી. શરીર શરીરના આધારે છે; આત્માના આધારે શરીર નથી. ભાઈ ! આત્મા પરનું કાર્ય નથી તેમ આત્મા પરના પરિણામનો કર્તા નથી, કારણ કે જે પરિણમે તે કર્તા છે.
દુનિયા આવું માને છે કે હોશિયાર માણસ દુકાનના થડે બેસે તો વેપાર-ધંધા સારા ચાલે છે. અહીં કહે છે કે વેપારની ક્રિયા થાય તેનો કર્તા આત્મા નથી, કેમકે આત્મા વેપારની ક્રિયારૂપ પરિણમતો નથી. રેલ્વેમાં માલનાં વેગન આવે ત્યાં માલનાં રજકણો પોતાની ક્રિયાવતી શક્તિથી કાર્ય કરે છે. રેલના ડબાના કારણે તે માલ આવ્યો છે એમ નથી. માલની ક્રિયા માલમાં અને ડબાની ક્રિયા ડબામાં પોતપોતાના કારણે સ્વતંત્ર થાય છે. આત્મા તો તેનો જાણનાર છે, કર્તા નથી. તે પણ ખરેખર પરને જાણતો નથી પણ પરસંબંધીનું પોતાનું જ્ઞાન થયું તેને જાણે છે. સમયસાર ગાથા ૭પમાં આવી ગયું કે રાગ થાય તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી પણ તે જ્ઞાન પોતાનું છે. આત્મા પોતાને જાણે છે. ત્યાં સામે જેવી ચીજ છે. તેવું અહીં જ્ઞાન થયું તે જ્ઞાન પોતાથી થયું છે. રાગ અને શરીર છે તો તેના કારણે જ્ઞાન થયું છે એમ નથી. તે ચીજ સંબંધીના જ્ઞાનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com