________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
| [ ૨૨૩ તેને ઉપદેશ આપી સમજાવો છો? અરે પ્રભુ! સાંભળ, ધીરજથી સાંભળ. વાણી વાણીના કાળે નિકળે છે અને (ઉપદેશના) વિકલ્પના કાળે વિકલ્પ થાય છે. બન્ને સમકાળે છે. પણ સ્વતંત્ર છે. આત્મા તો તેનો જાણનાર છે. ઉપદેશની વાણીનો આત્મા કર્તા નથી અને વાણી જ્ઞાનની પર્યાયનો કર્તા નથી. ભાષાની પર્યાય તો પરની જડની છે. તેને આત્મા કેમ કરે ? અને તે આત્માના જ્ઞાનને કેમ કરે? દ્રવ્ય પોતાનું કાર્ય કરે અને પરનું પણ કાર્ય કરે એમ માને તે મિથ્યાષ્ટિ છે, જિનઆજ્ઞાથી બહાર છે.
પ્રવચનસારના છેલ્લા રરમા શ્લોકમાં એમ કહ્યું છે કે - “આ રીતે (આ પરમાગમમાં) અમદપણે (જોરથી, બળવાનપણે, મોટે અવાજે) જે થોડું ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું” ભાઈ! સમજનાર પોતાના કારણે સમજે છે; વાણી તો તેમાં નિમિત્તમાત્ર છે. વાણીના કારણે જ્ઞાન થાય છે એમ નથી. લોકોને અટપટું લાગે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને અન્યદ્રવ્યની પર્યાયને પણ કરે એમ ત્રણકાળમાં નથી.
કોઈ શ્રાવક હો કે સાધુ હો, પણ જો તે એમ માને કે હું દયાનો ભાવ પણ કરું છું અને પર જીવોની દયા પણ પાળું છું તો તે બે (દ્રવ્યોની) ક્રિયાનો કર્તા થયો અને તેથી તે મિથ્યાદષ્ટિ છે. “જીવો અને જીવવા દો ” એ વીતરાગની વાણી નથી. એ તો અજ્ઞાનીનું વચન છે. ભગવાન તો કહે છે કે તારા દયાના ભાવથી બીજો જીવ જીવે, સુખી-દુઃખી થાય એમ ત્રણકાળમાં નથી. તે પોતાના આયુષ્યની સ્થિતિથી જીવે છે; તું એને જીવાડી શકતો નથી. બંધ અધિકારમાં આવે છે કે-હું પરને મારું અને જીવાડું એમ માનનાર મિથ્યાષ્ટિ છે, જિનઆજ્ઞાથી બહાર છે. પરની હિંસા જીવ કરી શકતો નથી. ભાવ આવે છે તેનો તે કર્તા છે, પણ પરની સાથે એને સંબંધ નથી. પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કે-રાગનો ભાવ થાય તે હિંસા છે. શુભરાગનો ભાવ પણ આત્માની હિંસા કરનારો છે. પંચમહાવ્રતના પરિણામનો રાગ ધર્માત્માને આવે, પણ તે આસ્રવ છે, હિંસા છે. તત્ત્વાર્થસૂત્રમાં શુભરાગને આસ્રવ કહ્યો છે. આમ રાગાદિ પરિણામ તે હિંસા છે, પરની દયા કે હિંસા તો આત્મા કરી શકતો નથી.
* ગાથા ૮૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન * બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.'
જગતમાં જીવ અનંત છે અને જડ પુદ્ગલો અનંતાનંત છે. એમાં પ્રત્યેક પદાર્થની પરિણતિની ક્રિયા પ્રત્યેક સમયે ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્યની ક્રિયા કોઈ બીજા કરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com