________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ર૧૭ તે જીવ કરી શકતો નથી; આંગળીનું પણ એ કાર્ય નથી. તથા ચશ્મા છે તો જીવ દેખે-વાંચે છે એમ પણ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી (આત્માથી) થાય છે, પરથી નહિ. કહ્યું ને કે – શબ્દોથી જ્ઞાન થાય છે એમ મોહથી જનો ન નાચો. શબ્દ કાને પડ્યા તો જ્ઞાન પર્યાય થઈ એમ છે જ નહિ.
પ્રશ્ન:- સ્વામી સમતભદ્રાચાર્યે બાહ્યાભ્યતર બે કારણ કહ્યાં છે ?
ઉત્તર- હા, સ્વામી સમંતચંદ્રાચાર્ય બાહ્યાભ્યતર બે કારણ કહીને ત્યાં પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. અત્યંતર કારણ તે નિશ્ચય અને બાહ્ય નિમિત્તકારણ તે વ્યવહાર- એમ બેનું પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાનમાં પણ પર્યાય પોતાથી થાય છે એવા નિશ્ચયને અંદર રાખીને વાત છે. કાર્ય અત્યંતરકારણથી થાય છે એ વાત રાખીને ત્યાં બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા બાહ્ય કારણ કહ્યું છે, પણ નિમિત્ત કાર્યનું વાસ્તવિક કારણ છે એમ નથી. ધવલના છઠ્ઠા ભાગમાં સ્પષ્ટ કહ્યું છે કે અત્યંતર કારણથી જ સર્વ કાર્ય થાય છે. અંતરંગ કારણથી કાર્ય થાય છે, બાહ્ય કારણથી નહિ એવો ત્યાં પાઠ છે.
ભાઈ ! વાણીથી કે અન્ય (શુભરાગાદિ) નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તેથી સ્વનો અનુભવ થાય છે તેમાં પરનું પણ જ્ઞાન થાય છે, આવો જ્ઞાનની પર્યાયનો ધર્મ છે. અહાહા..! જ્ઞાનની પર્યાયમાં સ્વપરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય હોવાથી પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પર્યાયમાં જાણવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીની દષ્ટિ અંતર્મુખ નથી. અનાદિથી રાગને વશ પડેલા અજ્ઞાનીનું લક્ષ નિજ આત્મદ્રવ્ય ઉપર જતું નથી. એટલે જે રાગ અને પર્યાયને તે બહારમાં જાણે છે તે રાગ અને પર્યાય જ હું છું એમ તે માને છે. આ વાત સમયસારની ગાથા ૧૭-૧૮માં આવી ગઈ છે. ત્યાં કહ્યું છે કે
આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું” એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.” અહીં અનુભૂતિસ્વરૂપ આત્મા કહ્યો તે ત્રિકાળી ધ્રુવની વાત છે. આવો આત્મા જેનું સ્વપરને પ્રકાશવાનું સામર્થ્ય છે એવા જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ સૌને જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય અનુભવવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રવ્ય ઉપર દષ્ટિ નથી તેથી તે રાગ અને પર નિમિત્ત કે જેને તે જાણે છે તે હું છું એમ ભ્રમથી માને છે. આમ અજ્ઞાનીને દ્રવ્ય દષ્ટિ વિના આત્મજ્ઞાન ઉદય થતું નથી
અહો ! આચાર્યોએ શું ગજબ કામ કર્યું છે! કેવળજ્ઞાનને પ્રસિદ્ધ કરી દીધું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com