________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
| [ ૨૧૩ થઈ, પરંતુ એમ છે નહિ. આત્મજ્ઞાની સ્ત્રી હોય તે રોટલી બનતી વખતે નિમિત્ત છે પણ નિમિત્તકર્તા નથી. રોટલીની અવસ્થા તો એના કારણે થાય છે. તેમાં જોગ અને રાગનો જે કર્તા છે એવા અજ્ઞાનીને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ જેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે અને જ્ઞાતાદષ્ટાસ્વરૂપ ભગવાન આત્મા દષ્ટિમાં આવ્યો છે તેવા ધર્મી જીવનો રાગ રોટલી થવાની ક્રિયામાં નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ. અને ધર્મીને જે જ્ઞાન થયું તેમાં રોટલીની પર્યાય નિમિત્ત છે. આ વાત આગળ ગાથા ૧OOમાં કરેલી છે.
આથી કોઈ એમ કહે છે કે ઉપાદાનવાદીઓ નિમિત્તનો આશ્રય બહુ લે છે અને કહે છે કે નિમિત્તથી કાર્ય થતું નથી. જુઓને, આ પરમાગમમંદિર ર૬ લાખના ખર્ચે થયું તે શું નિમિત્તના આશ્રય વિના થયું?
અરે ભાઈ ! પરને કોણ કરે? જગતમાં આત્માની કે પરમાણુની જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. આ મહાસિદ્ધાંત છે. માટે જે ક્રિયા છે તે પોતાના દ્રવ્યથી થઈ છે અને બીજાથી થઈ નથી. ૭૬મી ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ કર્મની વાત કરી છે. પર્યાય જે સમયે થવાની છે તેને તે સમયે દ્રવ્ય પ્રાપ્ત કરે છે માટે તે પ્રાપ્ય કર્મ છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ માટે તે વિકાર્ય કર્મ છે; તથા તે નવી ઉત્પન્ન થઈ માટે તે નિર્વત્વે કર્મ છે. તે સમયે તે જ પર્યાય થવાની છે માટે તેને ધ્રુવ કહે છે. આમ પરિણામ સ્વરૂપ ક્રિયાનો કર્તા દ્રવ્ય પોતે છે કેમકે ક્રિયાથી દ્રવ્ય અભિન્ન છે. માટે ક્રિયા પરથી કદી થતી નથી.
આ હોઠ હલે છે તે તેની ઉત્પાદરૂપ પર્યાય છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ છે માટે તે ક્રિયા છે. તે ક્રિયા પોતાના પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. માટે તે પર્યાય જીભથી થઈ નથી, ઈચ્છાથી થઈ નથી, આત્માથી થઈ નથી. આ શ્વાસ ચાલે છે તે પરમાણુની ક્રિયા છે. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. આમ શ્વાસ ચાલે છે તેનો કર્તા પરમાણુ છે, આત્મા નથી. આ મૃત્યુ સમયે શ્વાસ અટકી જાય છે તે ક્રિયા પરમાણુથી અભિન્ન છે. ઊભો શ્વાસ થાય ત્યારે તે નાભિનું સ્થાન છોડી દે છે. શ્વાસ હેઠો ન બેસે અને એકદમ દેહ છૂટી જાય છે. પોતાને ખ્યાલ આવે કે થાસે સ્થાન છોડી દીધું છે પણ શું કરે? તે શ્વાસની ક્રિયા ઉપર આત્માનો અધિકાર નથી. જડની ક્રિયા તે (આત્મા) કેમ કરી શકે ?
લોકમાં પણ કહેવાય છે કે ભાઈ ! શ્વાસ સગો નહિ થાય. કારણ કે તે જડની ક્રિયા છે. આત્મા તો જાણવાના પરિણામનો કર્તા છે. શ્વાસની ક્રિયા કરવાની આત્માની શક્તિ નથી. ભાઈ ! થાસ તારી ચીજ નથી અને તારી ચીજમાં શ્વાસ નથી. પરમાણુની ક્રિયા કિયાવાનથી ભિન્ન નથી. છ એ દ્રવ્યની ક્રિયા કર્તાથી ભિન્ન નથી, અભિન્ન છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com