________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૦૭ પ્રશ્ન:- પરિણામ પરિણામીથી ભિન્ન છે એમ આવે છે ને?
ઉત્તર- હા, પણ એ વાત અહીં નથી. અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે. સમયસાર ગાથા ૩ર૦ની ટીકામાં અને પરમાત્મપ્રકાશ ગાથા ૬૮માં જે એમ કહ્યું છે કે આત્મા મોક્ષપરિણામનો કર્તા નથી એ તો ત્યાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ કરાવવાની અપેક્ષાથી પરિણામ અને પરિણામીને ભિન્ન કહ્યા છે. જ્યારે અહીં પરથી ભિન્ન અને પોતાના દ્રવ્ય-પર્યાયથી અભિન્ન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહે છે -ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે, બે જુદી જુદી વસ્તુ નથી. પરિણામ પરિણામીએ કર્યા છે, કોઇ પરવસ્તુ એનો કર્તા છે એમ નથી આ વસ્તુસ્થિતિ અહીં સિદ્ધ કરી છે.
પ્રવચનસારમાં (ગાથા ૯૬માં) એમ કહ્યું છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યના કર્તા, કરણ અને અધિકરણ છે. દ્રવ્ય છે તે ઉત્પાદ-વ્યયનું કર્તા છે એમ વાત તો આવે છે પણ ત્યાં તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યના કર્તા અને દ્રવ્ય કાર્ય છે એમ કહ્યું છે. એ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યના અસ્તિત્વની સિદ્ધિ કરવાની ત્યાં વાત છે. ભાઈ ! જે અપેક્ષાથી જ્યાં જે વાત હોય તે અપેક્ષાથી ત્યાં યથાર્થ સમજવું જોઈએ.
અહીં પરિણામ અને પરિણામી ભિન્ન નથી એમ સિદ્ધ કરવું છે. અહીં પરિણામ પરથી ભિન્ન છે અને પરથી પરિણામ થતાં નથી એ વાત સિદ્ધ કરવા માગે છે. ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી. જુઓ, માટીના પિંડમાંથી જે ઘડો થયો તે ક્રિયા થઈ. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે, માટીના કર્મસ્વરૂપ એટલે કે કાર્યસ્વરૂપ છે. એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે. અને તે ઘડારૂપ પરિણામ (પરિણામીથી) માટીથી અભિન્ન છે. તથાપિ તે ઘડારૂપ પરિણામ કુંભારથી ભિન્ન છે. કુંભારથી ઘડો થયો છે એમ છે જ નહિ. તેવી રીતે ચોખા જે પાકે છે તે પાણીથી પાકે છે એમ નથી. ચોખા પાકવાની જે અવસ્થા થઈ તે પલટતી ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને પરિણામ છે તે પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. માટે ચોખા પાકવાના પરિણામનું કર્તા (ચોખાનું) દ્રવ્ય છે, પાણી નહિ. ભાઈ ! આ તો અધ્યાત્મનું કોઈ અલૌકિક લોજીક છે!
પ્રશ્ન:- પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને?
ઉત્તર- એમ નથી; અગ્નિથી પાણી ઉનું થયું નથી. પાણીની પર્યાય પહેલાં શીતરૂપ હતી તે પલટીને ગરમ થઈ. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને પરિણામથી અભિન્ન જ છે. વળી તે પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી; પણ અગ્નિથી ભિન્ન જ છે. માટે અગ્નિથી પાણી ઉનું થયું છે એમ છે જ નહિ.
વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે અનંત અનંતપણે કયારે રહે? પોતાના પરિણામને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com