________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૪ ]
[ ૨૦૧ ભાવથી જીવ ભોગવે છે. જેમ ઘડાની અવસ્થામાં કુંભારનો રાગ વ્યાપક છે એમ નથી તેમ પુદ્ગલકર્મની અવસ્થામાં જીવનો રાગ વ્યાપક થઈને પુદ્ગલકર્મ કરે છે એમ નથી. પુદ્ગલદ્રવ્ય જ વ્યાયવ્યાપકપણે કર્મ કરે છે અને પુદગલદ્રવ્ય જ ભાવ્યભાવકભાવથી જડ કર્મને ભોગવે છે. જે કાળે જડકર્મનો પુદ્ગલકર્તા અને ભોક્તા થાય છે તે કાળમાં જીવ તેને અનુકૂળ રાગ-દ્વેષ કરે છે. નિમિત્તને અનુકૂળ કહેવામાં આવે છે, અને સામેની ચીજ ઉપાદાનને અનુરૂપ કહેવામાં આવે છે. ગાથા ૮૬માં અનુકૂળ અને અનુરૂપની વાત આવે છે. નૈમિત્તિકને અનુરૂપ કહે છે. કર્મ પોતાથી બંધાય છે તેમાં અજ્ઞાનીના રાગ-દ્વેષ અનુકુળ છે એટલે નિમિત્ત છે.
આ તો સિદ્ધાંતની ભાષા છે. થોડા શબ્દોમાં ગંભીર ભાવો ભર્યા છે. જડકર્મ પોતામાં પોતાના કારણે વ્યાપ્યવ્યાપકપણે એટલે કર્તાકર્મપણે પરિણમે છે. તેમાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. તેમ જડકર્મ પોતામાં ભાવ્યભાવકપણે પોતાને ભોગવે છે. ત્યાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. કર્તા-ભોક્તાપણે પુલકર્મની અવસ્થા તો પોતે પોતાથી થઈ છે તે કાળે જીવના રાગાદિ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. નિમિત્ત છે તો પુગલકર્મની પર્યાય થઈ છે એમ નથી. આવી વસ્તુ છે, ભાઈ ! થોડો ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય. જેમ કોઈ નદીના કાંઠે ઊભો રહીને પાણીને જુએ તેમ પુદગલમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે નજીકમાં કાંઠે રહેલી જે ભિન્ન ચીજ છે તેને એનું નિમિત્ત કહેવામાં આવે છે. આવી સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.
પ્રથમ માટીનું દષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવ્યો છે. કર્મની જ્ઞાનાવરણરૂપ જે અવસ્થા થાય તેમાં પરમાણુ પોતે અંતર્થાપક થઈને વ્યાપ્ય કર્મની પર્યાયને કરે છે, તેમાં જીવનો રાગ નિમિત્ત છે. તેમ વિપાકને પ્રાપ્ત થયેલી તે કર્મની પર્યાય છૂટી જાય છે ત્યાં પુગલ તે કર્મની પર્યાયને ભોગવે છે. કર્મની અવસ્થા ભાવ્ય અને પુદ્ગલ તેનું ભાવક છે; અને તેમાં અજ્ઞાનીનો રાગ તેને અનુકૂળ નિમિત્ત છે. તે રાગને કરતો અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુ:ખરૂપ પરિણતિને ભોગવતો (અજ્ઞાની) જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે, અને તે જૂઠો વ્યવહાર છે.
જાઓ, અજ્ઞાની ભાવ્યભાવકભાવથી વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુ:ખરૂપ પરિણતિને ભોગવે છે પણ વિષયોને ભોગવતો નથી. સ્ત્રીના શરીરને, દાળભાત-લાડુને કે મોસંબી ના રસને તે ભોગવતો નથી. સ્ત્રી, શરીર, કુટુંબ, ધનસંપત્તિ ઈત્યાદિ જે નિકટ આવ્યાં છે તેમાં લક્ષ કરીને અજ્ઞાની પોતાના હરખશોકના પરિણામને ભાવ્યભાવકપણે ભોગવે છે પણ તે પર પદાર્થોને ભોગવતો નથી. વીંછીના ડંખને તે ભોગવતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com