________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ] માન છે; પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઈન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે.
અહાહા.....! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન
છે.
અહીં કહે છે કે આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે. દયા, દાન, વ્રત, તપ, આદિ શુભ પરિણામ અને હિંસાદિ અશુભ પરિણામ-એમ શુભાશુભ પરિણામોનો હું કર્તા છું અને તે મારા કાર્ય છે, કર્તવ્ય છે–એવી અજ્ઞાનીઓની કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
આ જે અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે તેને “મિત: સમય' બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ: ' જ્ઞાનજ્યોતિ ‘રતિ' સ્કુરાયમાન થાય છે.
અહાહા....! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા તો મારાં કાર્ય નથી પણ અંદર જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારાં કાર્યકર્તવ્ય નથી. એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ, પવિત્ર ચૈતન્ય-સ્વભાવમાં એકાગ્ર થયો
ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જે ભાવે સર્વાર્થસિદ્ધનો ભવ મળે કે જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ મારું-આત્માનું કાર્ય નથી. ભાઈ ! સ્વભાવની દષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામિત્વ સહજ છૂટી જાય છે. અહાહા..! ઇન્દ્ર-અહમિંદ્રાદિ પદ કે ચક્રવર્તીપદ ઇત્યાદિ બધું ધૂળ છે, પરમાણુનું કાર્ય છે, આત્માનું નહિ. આમ બધી તરફથી કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે.
હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? “પરમ–૩૯ત્તમ્' પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી. અહાહા...! સહજ જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો મારો અપરિમિત-બેહદ જ્ઞાનાનંદસ્વભાવ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે. આમ જ્ઞાની જ્ઞાનમાં પોતાને જાણતો કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડી દે છે. જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને-વિકારી ભાવને પોતાનો માનીને રાગનો વિકારનો કર્તા થાય છે. સ્વાધીનપણે વિકારનો નાશક મારો સ્વભાવ છે એનું એને ભાન નથી. અહીં કહે છે કે પરમ ઉદાત્ત જે આત્મા જ્ઞાનાનંદસ્વભાવમય વસ્તુ-તેને લક્ષ કરીને, તેની સન્મુખ ઝુકીને વા તેમાં ઢળીને જે સ્વાધીન જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે, પરાધીન નથી. પરની કે રાગની તેને અપેક્ષા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com