________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે.' તેમ આરાધકપણું બે પ્રકારે નથી, તેનું કથન બે પ્રકારે છે. એમ સાધકપણું બે નથી, સાધકપણાનું કથન બે પ્રકારે છે. આત્માનો અનુભવ તે નિશ્ચય સાધન છે અને તે કાળે રાગની મંદતાનો જે ભાવ તેને સહુચર દેખી ઉપચારથી સાધન કહ્યું છે; ખરેખર તે સાધન નથી.
અહીં કહે છે કે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામ જે રાગાદિ ભાવ, હરખશોકના ભાવ તે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને ગ્રહતા નથી, પહોંચતા નથી, તે રૂપે પરિણમતા નથી અને તે-રૂપે ઊપજતા નથી. રાગભાવ કર્તા અને જ્ઞાનાનંદના પરિણામ તેનું કર્તવ્ય-એવો કર્તાકર્મસંબંધ છે જ નહિ.
વ્યવહારરત્નત્રય કારણ અને નિશ્ચયરત્નત્રય કાર્ય-એવાં કથન શાસ્ત્રમાં આવે છે. આચાર્યશ્રી જયસેનની ટીકામાં પણ બહુ આવે છે. પણ એ તો (વ્યવહારની) કથનની શૈલી છે. ભાઈ ! વીતરાગનાં વચનો પૂર્વાપર વિરોધરહિત હોય છે. એક તરફ કહે કે રાગના પરિણામ તે જીવના મોક્ષમાર્ગના પરિણામને કરે નહિ અને બીજી તરફ કહે કે વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે-આમ પરસ્પર વિરોધી કથનો જે અપેક્ષાથી છે તે અપેક્ષાથી યથાર્થ સમજવાં જોઈએ. અપેક્ષાથી યથાર્થ સમજતાં વિરોધ રહેશે નહિ.
* ગાથા ૭૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કોઈ એમ જાણે કે પુદગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી.' પુદગલ તો જડ છે જ. પણ આત્મામાં વ્યવહારશ્રદ્ધાનો જે રાગ થાય તે પણ અચેતન, જડ છે. પંચમહાવ્રતનો ભાવ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ-એ બધા ચેતન નથી, જડ છે. રાગ છે તે રાગને (પોતાને) જાણતો નથી અને તે આત્માને ય જાણતો નથી. તેથી તે જડ છે. આવા અચેતન રાગને જીવની સાથે કર્તાકર્મપણું હશે એમ કોઈ જાણે તો એમ નથી. રાગના પરિણામ તે કર્તા અને ધર્મીના જાણવાના પરિણામ તે રાગનું કર્મ-એવું કોઈ માને તો તે એમ નથી એમ કહે છે. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી અર્થાત્ રાગનો ભાવ તે જીવની સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયને ઉત્પન્ન કરી શકતો નથી.
આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. માટે રાગની પર્યાયનું જ્ઞાન કર્તા અને રાગ તેનું કર્મ-એમ ભલે ન હેય. પણ જડ પુદ્ગલ તો જાણતું નથી; તો એને આત્મા સાથે કર્તાકર્મસંબંધ છે કે નહિ? વ્યવહારરત્નત્રયનો રાગ જે શુભોપયોગરૂપ છે તે ર્તા અને ધર્મીના સ્વને આશ્રયે થયેલા જે સ્વપરને જાણવાના પરિણામ તે એનું કાર્ય-આમ કર્તાકર્મપણું છે કે નહિ? તો કહે છે કે ના, એવું કર્તાકર્મપણું નથી. ઝીણી વાત, ભાઈ. સમજવી કઠણ પડ પણ શું થાય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com