________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૭ ]
[ ૧૩૧
જે સ્વપ૨પ્રકાશકપણે જ્ઞાનભાવે પરિણમે છે તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે; રાગનો (શુભભાવનો ) કર્તા નથી. રાગને-શુભભાવને જાણવાના જે પરિણામ થયા તેનો આત્મા કર્તા છે. આ વસ્તુસ્થિતિ છે.
ભાઈ ! આવી વસ્તુસ્થિતિનો અંદ૨ નિર્ણય ન કરે ત્યાં સુધી ધર્મની શરૂઆત કેમ થાય ? શ્રદ્ધા-જ્ઞાન-રમણતાના જે આત્મપરિણામ તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો તે પરિણામને આત્મા કરે છે. ગ્રહતો એ પ્રાપ્ય, પરિણમતો એ વિકાર્ય અને ઊપજતો એ નિર્વર્ત્ય કર્મ થયું. અહીં તો અત્યારે પરથી ભિન્ન પાડવાની વાત છે. પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે અને પર્યાય પર્યાયને કરે છે એ વાત અહીં સિદ્ધ કરવી નથી. ખરેખર તો એમ છે કે પર્યાય પર્યાયને કરે છે, દ્રવ્ય કરતું નથી. પરંતુ અહીં તો પરરૂપે પરિણમતો નથી અને સ્વપણે પરિણમે છે એવો આત્મા પોતાના પરિણામને કરે છે એમ અહીં સાબીત કરવું છે.
ભાઈ ! સ્વભાવષ્ટિ કરવાની આ વાત છે. અશુભથી બચવા શુભભાવ ભલે હો; શુભ છોડીને અશુભ કરવા એમ અહીં વાત નથી. શુભની રુચિ છોડીને દ્રવ્યની રુચિ કર-એમ અહીં વાત છે. સર્વથા શુદ્ધોપયોગ થાય ત્યારે શુભ છૂટી જાય છે. શુભોપયોગની દશા એ ધર્મીની ( ધર્મની ) દશા નથી, જે જાણવાના પરિણામ થાય તે ધર્મની દશા છે અને તેની આદિમાં આત્મા છે. આત્મા કર્તા થઈને જાણવાના પરિણામને કરે છે, તે-રૂપે પરિણમે છે, તેરૂપે ઊપજે છે.
હવે કહે છે– આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તેરૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.’
જુઓ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિના જે પરિણામ થયા તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો આત્મા પોતાના પરિણામને કરે છે; પણ વ્યવહારના પરિણામને આત્મા કરતો નથી. પોતાના પરિણામને જાણતા એવા આત્માને ૫૨ સાથે કર્તાકર્મસંબંધ નથી. વ્યવહારનો શુભાગ છે તેથી અહીં આત્મપરિણામ થયા છે એમ નથી. તથા વ્યવહારને જાણે છે તેથી તે વ્યવહારનો કર્તા છે એમ પણ નથી. આત્માના આશ્રયે થયેલા પરિણામનો કર્તા, ગ્રહનાર, પરિણમના આત્મા છે.
જુઓ, પ્રશ્ન એમ હતો કે પોતાના નિર્મળ પરિણામને જાણતો હોવા છતાં તે રાગના કાર્યનો ર્તા છે કે નહિ? આત્મા જાણવાનું કાર્ય તો કરે છે; તો રાગનો કર્તા થઈને ભેગું રાગનું કાર્ય કરે છે કે નહિ? એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયનો ગોવાળ-એમ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com