________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૬ ]
[ ૧૨૫
વ્યવહાર છે તે નિશ્ચયને બતાવે છે એટલે કે વ્યવહારનો ઉપદેશ કરનાર નિશ્ચયમાં તેને લઈ જવા માગે છે; અને શ્રોતા પણ ભેદ ઉપર લક્ષ ન કરતાં અંદર અભેદ, અખંડ છે તેનું લક્ષ કરે છે–ત્યારે તેને વ્યવહાર તે સાધન છે એમ ઉપચારથી આરોપ કરીને કહેવામાં આવે છે.
અહીં કહે છે–જ્ઞાની ધર્મી-જીવ પુદ્દગલકર્મને એટલે રાગના ભાવને જાણવાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે. આત્મા તેને જાણવાનું કાર્ય કરે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પદ્રવ્યસ્વરૂપ કર્મ તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ નથી. રાગને જાણવા છતાં રાગ તે કર્મ અને આત્મા રાગનો કર્તા અથવા રાગ તે કર્તા અને જાણવાના પરિણામ થયા તે કર્મ એવો સંબંધ જ્ઞાનીને નથી. ભાઈ ! આ ૫૨મ સત્ય છે, અને આ સિવાય બીજી વાતો સો ટકા અસત્ય છે. આમાં કોઈ છૂટછાટને અવકાશ નથી. વસ્તુની સ્થિતિ જ આવી છે. જ્ઞાની રાગને જાણે છતાં રાગ સાથે તેને કર્તાકર્મભાવ નથી.
* ગાથા ૭૬: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
"
જીવ પુદ્ગલકર્મને જાણે છે તોપણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.
સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.’
અહીં પ્રથમ નિર્વર્ત્ય કર્મ કહ્યું છે. ટીકામાં પહેલાં પ્રાપ્ય કર્મ લીધું છે. આ કથનની શૈલી છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે અને તે સમયે જાણવાના પરિણામ જે થાય તે આત્માનું પ્રાપ્ય કર્મ છે. પૂર્વની દશા પલટીને તે સમયે જે રાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ છે અને આત્માના જાણવાના પરિણામ પૂર્વે જે બીજા હતા તે પલટીને તે રાગને જાણવાના જ્ઞાનના પરિણામ થયા તે આત્માનું વિકાર્ય કર્મ છે. જે રાગ નવીન ઉત્પન્ન થયો તે પુદ્દગલનું નિર્વર્ત્ય કર્મ છે અને તે રાગને જાણવાના જે નવીન પરિણામ થયા તે આત્માનું નિર્વસ્ત્ય કર્મ છે.
રાગના ભાવને અહીં પુદ્દગલનું પ્રાપ્ય કર્મ ક્યું એટલે કોઈ એમ અર્થ કરે કે–જુઓ, નિમિત્તથી કાર્ય થયું ને? તો તે બરાબર નથી. અરે ભાઈ! અહીં કઈ અપેક્ષાએ વાત કરી છે? પુદ્દગલ છે તે વિકારનું નિમિત્ત છે. એ વિકાર અને નિમિત્ત બન્નેય ૫૨ ચીજ છે. એ માટે વિકારને પરમાં નાખ્યો છે. ભાઈ! જે વિભાવ ઉપજે છે તે શું સ્વભાવમાં છે? ના; તેથી વિભાવને પરમાં નાખી, નિમિત્તની મુખ્યતાથી પુદ્દગલનું કર્મ કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com