________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ઊપજતું થકું પુદ્દગલપરિણામને કરે છે. આ દયા, દાન, વ્રત આદિના શુભરાગમાં પુદ્ગલ વ્યાપીને તે પરિણામને કરે છે. વ્યવહા૨૨ત્નત્રયના રાગની આદિમાં પુદ્દગલ, મધ્યમાં પુદ્ગલ અને અંતમાંય પુદ્દગલ છે; રાગની આદિમાં જીવ છે એમ નથી.
એક બાજુ એમ કહે કે રાગના, મિથ્યાત્વના પરિણામ જીવના છે અને વળી તે પુદ્દગલના પરિણામ છે એમ અહીં કહે તે કેવી રીતે છે ? ભાઈ ! અહીં તો જેને જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ થઈ છે એવા જ્ઞાનીની વાત છે. જે કાળે જે રાગની, શરીરની, ભાષાની, સંયોગની જે રીતે અવસ્થા થાય તેને તે રીતે જ્ઞાની જાણે છતાં જાણનાર શાયક કર્તા અને રાગાદિ એનું કર્મ એમ નથી. રાગમાં પુદ્ગલ અંતર્ધ્યાપક થઈને રાગને કરે છે. રાગ છે તો જીવની પર્યાય પણ અહીં તો જેને દ્રવ્યબુદ્ધિ થઈ છે, જે જ્ઞાતાભાવે પરિણમ્યો છે એવા જ્ઞાનીની વાત છે. કહે છે કે પર્યાયમાં જે રાગ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલ છે, આત્મા નથી. જ્ઞાનીને જે સ્વભાવદષ્ટિ થઈ છે તે દૃષ્ટિની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. સમ્યગ્દર્શનની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે અને રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલ છે. બે વસ્તુ (જ્ઞાન અને રાગ) જુદી પાડી ને. કહે છે કે રાગ જે પુદ્દગલપરિણામ છે તેના આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે અને તેનો કર્તા પુદ્દગલ છે.
જ્ઞાનીની કર્તાકર્મની સ્થિતિ શું છે અને જડ પુદ્દગલની દશા શું છે એની આ વાત ચાલે છે. વ્યવહા૨૨ત્નત્રયનો જે શુભરાગ છે એમાં પુદ્ગલદ્રવ્ય અંતર્ધ્યાપક થઈને તે કર્મ કરે છે; જીવનું તે વ્યાપ્ય એટલે કર્મ નથી. પ્રાપ્ય એટલે જે થાય તેને પહોંચી વળવું, વિકાર્ય એટલે બદલવું, નિર્વર્ત્ય એટલે ઉપજવું–એમ ત્રણે એક જ કાર્ય છે. શુભરાગ જે થયો તેને પુદ્ગલ પહોંચી વળ્યું છે તે તેનું પ્રાપ્ય કર્મ, પૂર્વનો રાગ બદલીને શુભાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ અને શુભરાગ જે નવો ઉપજ્યો તે પુદ્દગલનું નિર્વર્ત્ય કર્મ છે. વિકારના પરિણામ-શુભરાગાદિના પરિણામના આદિ-મધ્યઅંતમાં પુદ્દગલ વ્યાપે છે. આદિમાં આત્મા છે અને પછી રાગ થાય એમ નથી. આદિ-મધ્યઅંતમાં પુદ્દગલ વ્યાપીને રાગને ગ્રહે છે, ભગવાન આત્મા નહિ. તે વિકાર્ય કાર્ય પુદ્ગલનું છે અને પુદ્ગલ રાગપણે ઉપજે છે તેથી પુદ્દગલનું તે નિર્વર્ય કર્મ છે. સ્વભાવ ઉપર જેની દષ્ટ પડી છે તેનું રાગ તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ નથી. બહુ સૂક્ષ્મ વાત.
પ્રશ્ન:- જો પુદ્દગલ રાગ કરતો હોય તો જીવ તેને શી રીતે અટકાવે ?
ઉત્ત૨:- અટકાવવાનો સવાલ છે કયાં? જ્ઞાની તો જે રાગ થાય તેને જાણે છે એમ કહ્યું છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે અને જ્ઞાની એને જ્ઞાનમાં જાણે છે બસ એટલી વાત છે. શુભાગ તે મારું કર્તવ્ય નહિ, પણ એને જાણનારી જે જ્ઞાનની પર્યાય છે તે મારું કાર્ય છે એમ માનતો જ્ઞાની સાક્ષીભાવે પરિણમે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com