________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
છે, અને તે ધર્મ છે. ભગવાન આત્મા પોતે તીર્થસ્વરૂપ છે. તેમાં આરૂઢ થવું તે જાત્રા છે.
પુદ્દગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર છે. એટલે કે રાગ જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક જાણનાર છે. આ વ્યવહા૨૨ત્નત્રય ઇત્યાદિ જે વિકલ્પ છે તે પુદગલ છે. તે ૫૨જ્ઞેય છે અને આત્મા તેનો જાણનાર જ્ઞાયક છે. રાગના પરિણામ જે પુદ્દગલ છે તેનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું છે, રાગના પરિણામ તો તેમાં નિમિત્ત છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એવું જે જ્ઞાન થયું તે જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. રાગ જ્ઞાનમાં નિમિત્ત છે માટે રાગ જ્ઞાતાનું વ્યાપ્ય કાર્ય છે એમ નથી. અહો ! ગાથા શું અલૌકિક છે! માનો બાર અંગનો સાર ભરી દીધો
[ ૧૦૭
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગનું જ્ઞાન થવામાં જ્ઞાન પોતે ઉપાદાન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ જ્ઞાનમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે બીજી ચીજ છે બસ એટલું જ. તે વખતે જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું ત્યારે તે તે રાગને નિમિત્ત કહેવામાં આવે છે. ખરેખર તે નિમિત્ત છે માટે જ્ઞાન થયું છે એમ નથી. નિમિત્તનું રાગનું જ્ઞાન કહ્યું માટે નિમિત્તરાગ કારણ અને જ્ઞાન એનું કાર્ય એમ અર્થ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પરિણતિ સ્વતંત્રપણે જીવદ્રવ્યે કરી છે. એ જ્ઞાનપરિણતિ જીવનું કર્મ છે. અહાહા...! જેવું જેવું (રાગાદિ વિકલ્પો ) નિમિત્ત છે તેવું જ્ઞાન અહીં પોતાથી (નિજ ઉપાદાનથી ) સ્વતંત્રપણે થયું છે. તે જ્ઞાન જ શાયકનું-આત્માનું વ્યાપ્ય કર્મ છે. (રાગ આત્માનું વ્યાપ્ય નથી ). અહો! ગજબ વાત કરી છે! નિમિત્ત-ઉપાદાન અને નિશ્ચય-વ્યવહારના બધા ખુલાસા આવી જાય છે. વ્યવહારનું જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં વ્યવહાર નિમિત્ત હોવા છતાં એ જ્ઞાતાનું વ્યાપ્ય નથી, જે જ્ઞાન થયું તે જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. તત્ત્વદષ્ટિનો વિષય આવો સૂક્ષ્મ છે, ભાઈ !
આ મકાનાદિ અમે કરીએ એ માન્યતા તો મિથ્યાદર્શન છે. મકાન મકાનથી (થવા કાળે) થાય અને રાગ રાગથી થાય. રાગ થાય તે આત્માથી નહિ, અને રાગ છે માટે તેનું આત્મામાં જ્ઞાન થયું એમ પણ નહિ. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર પોતાથી થઈ ત્યારે આને (રાગને ) નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન પોતાના સ્વભાવે જ્યાં જાગ્રત થાય છે તે કાળે તે તે જ્ઞાનના પરિણામમાં તે તે રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું વ્યાપ્ય નથી, જ્ઞાનના પરિણામ જ આત્માનું વ્યાપ્ય કર્મ છે. નિશ્ચયમોક્ષમાર્ગ જે છે તે આત્માનું વ્યાપ્ય છે. વ્યવહાર મોક્ષમાર્ગ છે તે નિમિત્ત છે. નિમિત્ત હોવા છતાં વ્યવહાર મોક્ષમાર્ગ આત્માનું વ્યાપ્ય છે એમ નથી. કેટલી સ્પષ્ટ વાત છે!
વ્યવહારનો રાગ આવે, પણ પુદ્દગલના પરિણામ છે. જ્ઞાનમાં, પોતાને જાણતાં એને જાણવાનો સ્વભાવ છે. પરંતુ એ જ્ઞાનના પરિણામ પોતાના શુદ્ધ ઉપાદાનથી થયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com