________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[9]
ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉ૫૨થી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈ ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
આભારઃ
ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી, ઉત્સાહથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈ એ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યમાં અતિ સક્રિય રીતે ભાઈશ્રી
હીરાલાલ ભીખાલાલ શાહ દહેગામવાળા સંકલનલેખન તથા વ્યવસ્થા આદિ અનેક પ્રકારે
ઉત્સાહપૂર્વક તન, મન, અને ધનથી મહત્વપૂર્ણ ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેવ થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
વિશેષ અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો ( અક્ષરશઃ ) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા અને આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
આવકાર્ય:
આ પ્રકાશન અમારો ત્રીજો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટીઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે.
વીરું સં. ૨૫૦૭ વૈશાખ સુખ બીજ
તા. ૫-૫-૮૧
ચીમનલાલ હિંમતલાલ શાહ
પ્રમુખ
શ્રી કુંદકુંદકહાન ૫૨માગમ પ્રવચન ટ્રસ્ટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com