________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટા છે. એ સ્વરૂપને ભૂલીને આ પુણ્ય-પાપ મારા, આ શરીર મારું, આ લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ મારાં એવી માન્યતામાં કરેલો મિથ્યાત્વભાવ અને અનુકૂળ-પ્રતિકૂળમાં કરેલા રાગ-દ્વેષ-એનો જ અનાદિથી અનંતકાળ અનુભવ કર્યો છે. મોટો દિગંબર સાધુ થઈને અનંતવાર નવમી રૈવેયકે ગયો તોપણ ભગવાન ! તેં મોહ અને રાગ-દ્વેષને જ વેધા છે. આટલી વાત કરીને કહે છે
રૂવાનીમ’ હવે તો આ મોહને છોડો. સ્વપદાર્થના ધ્યેયને ભૂલીને, પરપદાર્થને ધ્યેય બનાવી જે રાગ-દ્વેષનું અનાદિથી વેદન છે તેને હવે છોડીને ભગવાન આનંદના નાથ પ્રભુ આત્માને વિષય-ધ્યેય બનાવો.
ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ અંદર વિરાજે છે. તેને ભૂલીને અનાદિ સંસારથી એટલે નિગોદથી માંડીને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયના, નારકી, તિર્યંચ, દેવ તેમજ મનુષ્યના જે અનંત ભવ કર્યા તેમાં આ પરદ્રવ્ય મારા એમ પરને પોતાનાં માન્યાં છે. પોતાની ચીજની સંભાળ કરવાને બદલે પરદ્રવ્યની સંભાળ કરવામાં રોકાઈ ગયો છે. એથી હું ભાઈ ! તું દુઃખી છે. તો હવે એ પરદ્રવ્ય પ્રત્યેના મોહને છોડ. જે રાગ-દ્વેષ મારા માનીને ગ્રહ્યા હતા, વેદ્યા હતા તેનું લક્ષ છોડીને ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે એનું લક્ષ કર. જુઓ, આ ધર્મની રીત. દયા, દાન, વ્રત કરવાં એ કોઈ ધર્મની રીત નથી. એ તો વિકલ્પ છે. એ તો રાગનું વેદન છે. (અનાદિથી કરી રહ્યો છે, તો હવે વર્તમાનમાં ગુલાંટ ખા એમ કહે છે. તે જે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપને ધ્યેય બનાવીને એને વેદન કર્યું છે એમાં “તે હું છું' એમ માનીને વેદન કર્યું છે તો હવે “તે હું નહિ, પણ હું તો જ્ઞાતાદષ્ટા ચેતન છું' એમ અંતરની પર્યાયમાં-ધ્યાનમાં ત્રિકાળીને ધ્યેય બનાવ. આ ધર્મ છે, ભાઈ ! આવો કેવો ધર્મ ? આટલાં દેરાસર (મંદિર) બંધાવવાં કે આટલા ઉપવાસ કરવા એમ કહો તો ઝટ સમજાઈ જાય. દેરાસર કોણ બંધાવે, ભાઈ ? એ વખતે એવો તે સંબંધી રાગ થાય. ઉપવાસ કરવાનો વિકલ્પ પણ રાગ જ છે. અરે! અનાદિથી પોતાને ભૂલીને આવા રાગ કર્યા વિનાનો એક પણ સમય ગયો નથી. તો હવે એ મોહને છોડ. એ છોડીને શું કરવું? તેથી શું થાય ? એ વાત હુર્વ કર્યું છે:
સિરાનામ રોવનમ' રસિક જનોને રુચિકર “ઉદ્ય જ્ઞાનમ્' ઉદય થઈ રહેલું જે જ્ઞાન સયત’ તેને આસ્વાદો. આત્માના અતીન્દ્રિય આનંદના જે રસિકજનો છે. એ સમ્યગ્દષ્ટિ ધર્મી રસિકજનોને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. સમ્યગ્દષ્ટિ નિજ શુદ્ધ દ્રવ્યની રુચિ કરીને શક્તિમાં જે આનંદ રસ છે તે પર્યાયમાં પ્રગટ કરીને આત્માના આનંદનો સ્વાદ લે છે. એને પુણ્ય-પાપ ભાવની રુચિ નથી. એને પુણ્ય-પાપ બંધની કે તેના ફળની પણ રુચિ નથી. એને રુચિકર છે એકમાત્ર આત્માના આનંદનો સ્વાદ. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com