________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮ ]
[ ૪૫
માર્ગ તો આ છે. ભાઈ! પણ સંપ્રદાયવાળાને લાગે કે આ તે વળી કઈ જાતનો માર્ગ? નવો કાઢયો હશે ? અરે ભાઈ! તને ખબર નથી, બાપુ! આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે જ, પણ કોને ? જેણે અંતર્મુખ થઈ એમાં એકાગ્રતા કરી પ્રતીતિમાં લીધો એને. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એની સત્તાનો સ્વીકાર કોણે કર્યો? એ પર્યાય એ તરફ ઢળીને આ છે એમ જ્યારે જાણ્યું ત્યારે તે શ્રદ્ધામાં આવ્યો. ત્યારે એણે જ્ઞાનની-આત્માની સેવા કરી એમ યથાર્થ કહેવાય.
જોકે આત્મા જ્ઞાન સાથે તદ્રુપે છે તોપણ તે એક ક્ષણમાત્ર જ્ઞાનને સેવતો નથી, કેમકે પુણ્ય-પાપ, દયા, દાન, આદિ જે વિકલ્પ તે આત્મા એમ એની દષ્ટિ પર્યાયમાં પડી છે. જ્ઞાનની પર્યાય ગુલાંટ ખાઈને આ ‘જ્ઞાન તે આત્મા' એમ એણે કદી અનુભવ કર્યો જ નથી. બીજા લોકો આવી વાતો સાંભળીને રાડો પાડે છે હોં. બિચારા ! (કાયર છે તેથી કંપી ઊઠે છે) એકાન્ત છે, એકાન્ત છે એમ શોર કરે છે. પણ ભાઈ, એ સમ્યક્ એકાન્ત છે, ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ આ છે એમ એ પર્યાય જાણ્યું ત્યારે સમ્યક્ એકાન્ત થયું. (સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ થઈ.) ભાઈ ! નિજઘરમાં શુદ્ધચૈતન્યઘનમાં જુએ નહીં અને બહારથી રાડો પાડે; પણ એમ કાંઈ ચાલે?
પોતે વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. આ વીતરાગની આજ્ઞા છે. કળશટીકામાં આવે છે ને કે ‘બિનવવૃમિ મન્ત' એટલે જિનવચનનો કહેવાનો ભાવ વીતરાગતા છે. જિનવચનનું તાત્પર્ય વીતરાગતા છે. પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય એમ બે વાત લીધી છે. સૂત્રતાત્પર્ય સૂત્ર પ્રમાણે છે અને શાસ્ત્રતાત્પર્ય વીતરાગતા છે એમ લીધું છે. ચારેય અનુયોગોનું તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. હવે વીતરાગતા કયારે પ્રગટે? સ્વનો આશ્રય લઈને પ૨નો આશ્રય છોડે ત્યારે. જિનવચનમાં શુદ્ધદ્રવ્યાર્થિકનયે એક શુદ્ધાત્માને ઉપાદેય કહ્યો છે. એનો અર્થ એ કે વીતરાગભાવ કેમ પ્રગટ થાય એનો ઉપદેશ આપ્યો છે. પ૨ની અપેક્ષા છોડી એક શુદ્ધ જીવવસ્તુરૂપ સ્વમાં જાય ત્યારે વીતરાગતા થાય. સમજાણું કાંઈ? આ તો ૫૨માત્માનો ગહન માર્ગ, ભાઈ! અંદરથી ઉકેલ કર્યા વિના બહારથી વાદવિવાદ કરે કે આમ છે ને તેમ છે એમાં કાંઈ વળે નહિ.
હવે કેમ સેવતો નથી એનું કારણ આપતાં કહે છે કેઃ-‘કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે)–એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.' સ્વયંબુદ્ધત્વ એટલે હું શુદ્ધ જ્ઞાનવન ચૈતન્યસ્વરૂપી આત્મા છું એમ સ્વયં પોતાની મેળે સ્વ તરફ ઝૂકાવ થતાં જાણે તે. અને બોધિતબુદ્ધત્વ એટલે બીજા કોઈ ધર્માત્મા જ્ઞાનીના જણાવવાથી જાણે તે. સમક્તિ બે પ્રકારે થાય છે એમ આવે છે ને? ‘નિર્ણયાત્ અધિગમાત્ વા’ ધર્માત્મા જ્ઞાની એને કહે કે-ભાઈ તારી પુંજી મોટી. શુદ્ધ આત્મતત્ત્વ એ તારી પુંજી-નિધાન છે; ત્યાં જો ને. જેમાં તું નથી ત્યાં તું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com