________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન છે એનું જેને જ્ઞાન જ થતું નથી તેને શ્રદ્ધા પણ થતી નથી અને શ્રદ્ધા વિના ભિન્ન પડીને નિ:શંકપણે સ્વરૂપમાં ઠરવારૂપ આત્માનું આચરણ થતું નથી. અરેરે ! આવું મનુષ્યપણું મળ્યું એમાં સત્યને સાંભળ્યું નહિ, સત્યની ઓળખાણ કરી નહિ તો એ સત્યમાં ઠરશે કે દિ? એ તો રાગમાં રહેશે. આમ આત્માનું આચરણ ઉદય નહિ પામવાથી તે આત્માને સાધતો નથી. રાગનું આચરણ કરે એટલે શુકલ લેશ્યાના પરિણામ વડ નવમી રૈવેયક જાય પણ આત્માને સાધે નહીં. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. સાધ્ય જે ધ્યેય સિદ્ધપદ અર્થાત્ પૂર્ણ પવિત્ર મોક્ષદશા એની અન્યથા એટલે આ સિવાય (આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ સિવાય) બીજી રીતે ઉપપત્તિ-પ્રાપ્તિ નથી. અહીં સાધ્ય મોક્ષની પર્યાયને ધ્યેય કહ્યું એ તો ભવિષ્યમાં પ્રગટ કરવાની અપેક્ષાએ છે. વર્તમાન સાધનરૂપ પર્યાયનું આશ્રયરૂપ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવ જ છે. બીજાનું (અન્ય દ્રવ્યનું) કરવું, ન કરવું એ આત્માના અધિકારની વાત નથી. આ તો પોતે કાં તો ઉંધાઈ કરે વા સવળાઈ કરે એટલી વાત છે.
* ગાથા ૧૭-૧૮ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી.” જુઓ, સાધ્ય એવી મોક્ષદશાની પ્રાપ્તિ નિશ્ચયરત્નત્રયથી છે, વ્યવહારરત્નત્રયથી નહીં. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ તો વિકલ્પ (રાગ) છે. શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન અને વ્યવહારચારિત્ર એ વિકલ્પ છે. એનાથી સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેટલાક કહે છે કે અનેકાન્ત કરો : એટલે કે મોક્ષની પ્રાપ્તિ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી થાય અને વ્યવહારથી પણ થાય. પરંતુ ભાઈ ! એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે. નિશ્ચયથી છે અને વ્યવહારથી નથી એ અનેકાન્ત છે.
આમ સાધ્ય આત્માની સિદ્ધિ છે, બીજી રીતે નથી કારણ કે “પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું.” આ જાણનારો જે પર્યાયમાં જણાય છે તે હું છું એમ બરાબર જાણે ત્યારપછી તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી–વિકલ્પમાત્રથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય; એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ અર્થાત્ આત્માનું જ્ઞાન કરે જ નહિ તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એમ નિશ્ચય છે.
* કળશ ૨૦: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
જેમ મંદિર કરીને ઉપર કળશ ચઢાવે તેમ શ્રી અમૃતચંદ્રાચાર્યે ટીકા ઉપર પાછો કળશ ચઢાવ્યો છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com