________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(જો વિકાર વખતે પર-કર્મ આદિ કોઈ નિમિત્ત છે જ નહીં એમ માને તો એકાન્ત છે) અહીં કહ્યું છે જુઓને-“બંધના વશે” એમાં કેટલો ધ્વનિ છે?
હું જ્ઞાયક છું. આ જાણનાર છે તે જ જણાય છે. જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતાં જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. દયા, દાન, ભક્તિના વિકલ્પ છે એ જડ છે. એ જ્ઞાનમાં અને ભાસતાં એ હું છું એમ માનનારને એનાથી રહિત હું આત્મા છું એવું જ્ઞાન પ્રગટ થતું નથી. અને એ આત્મજ્ઞાનના અભાવમાં નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોય છે. જેમ માનો કે “ગધેડાનાં શીંગડાં' પણ ગધેડાને જ્યાં શીંગડાં હોય જ નહિ ત્યાં શી રીતે મનાય ? એમ ભગવાન આત્મા જાણવાની પર્યાયમાં જણાય તે હું છું એમ ન માનતા રાગ તે હું એમ માને છે અને આત્માનું જ્ઞાન નથી. અને એ આત્માનું જ્ઞાન નહિ હોવાથી તેની શ્રદ્ધા પણ “ગધેડાના શીંગડાં' જેવી છે. ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! બહારથી એમ કલ્પી લે કે દયા પાળો, વ્રત કરો અને આ કરો ને તે કરો, પણ ભાઈ ! કોણ રાગનો કર્તા થાય? કર્તાપણાની બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે, જ્ઞાનસ્વભાવી ચૈતન્યસૂર્ય ભગવાન અચેતન એવા રાગને કેમ કરે ?
છઠ્ઠી ગાથામાં કહ્યું ને કે જ્ઞાયકભાવ શુભાશુભપણે થયો નથી. એ શુભાશુભભાવે થાય તો જડ થઈ જાય, કેમકે શુભાશુભભાવમાં ચેતનનો અંશ નથી, પોતે પોતાને અને પરને જાણતા નથી. તેથી જો જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યસૂર્ય અચેતન એવા શુભાશુભાવપણે થાય તો ચેતન અચેતન થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. અરે ! જે આ દૃષ્ટિજ્ઞાનની પર્યાય એમાં રાગ નહિ હોવા છતાં એમાં રાગ છે એવું જેણે જાણ્યું અને માન્યું તથા જે પર્યાય જ્ઞાયકની છે એમાં જે જ્ઞાયક જણાય તે હું છું એમ જાણવાને બદલે જાણવાની પર્યાયમાં જે રાગ જણાય તે હું છું એમ માનનારા આત્મજ્ઞાન વિનાના મિથ્યાષ્ટિ છે.
આઠ આઠ વર્ષના બાળકો સમ્યગ્દર્શન પામે છે. આઠ આઠ વર્ષના રાજકુમારો હોય એ વનમાં ચાલી નીકળે. એ અંદરમાં (આત્મામાં) જવા માટે નીકળે, વનમાં જવા માટે નહીં. પ્રવચનસાર ચરણાનુયોગમાં શરૂઆતમાં આવે છે કે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે સ્ત્રીની પાસે રજા માંગે છે. કહે છે કે:- સ્ત્રી ! આ શરીરને રમાડનારી રમણી! હવે મને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે, એટલે હું મારી અનાદિ આનંદની અનુભૂતિની રમણી-જે અનાદિ વસ્તુ છે–તેની પાસે જવા માંગું છું. માટે તારાથી મારી છૂટ્ટી કર.
અહીં કહે છે કે જાણવાની પર્યાયમાં જે જાણનાર જણાય તે હું એમ અંતરમાં જવાને બદલે બહારમાં જે પરશેયરૂપ રાગ જણાય છે તે હું એમ વશ થયો તે અજ્ઞાની મૂઢ જીવને આત્મજ્ઞાન થતું નથી. તેથી આત્માને જાણ્યા વગર શ્રદ્ધાન શી રીતે થાય? જે વસ્તુ જ ખ્યાલમાં આવી નથી એને (આ આત્મા એમ) માનવામાં શી રીતે આવે? ભાઈ ! આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com