________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહીં પહેલાં તો એમ કહ્યું કે એકરૂપ વસ્તુ જે જ્ઞાયકભાવ એની સેવા કરવી એટલે કે એક આત્માને સેવવો એ નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયરૂપ પર્યાયને સેવવી (એમ કહેવું ) એ વ્યવહાર છે. આત્મા મેચક છે એવો જે વિકલ્પ ક્નકર્મ અધિકારમાં ૧૪૨ ગાથા પછી ૨૦ કળશોમાં (૭૦ થી ૮૯) જે કહ્યું કે આત્મા નિશ્ચયનયથી (એટલે ત્રિકાળી શક્તિરૂપે) અબદ્ધ છે, શુદ્ધ છે, એક છે, પવિત્ર છે, અભેદ છે-એ વસ્તુ તો એમ જ છે, પણ અબદ્ધ-શુદ્ધ.. ..ઇત્યાદિ છે એવો જે વિકલ્પ-તે વિકલ્પ કરવો એ વાત અહીં નથી લીધી પણ એનો વિકલ્પ છોડવો એમ અહીં કહે છે. એટલે વિકલ્પ છૂટતાં અભેદરૂપ શુદ્ધ પરિણમન થવું એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે; તેને અહીં વ્યવહાર કહ્યો છે.
આત્મા અમેચક કહ્યો છે. એ નિર્મળપણાને, અભેદપણાને, એકપણાને, શુદ્ધપણાને નિર્મળ (અમેચક) કહ્યો છે. એ વિકલ્પ વિનાની નિર્મળતાની વાત કરી. અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગનું ત્રણપણે પરિણમન-એમાં એક પ્રતીતિરૂપભાવ, એક જાણવારૂપભાવ, એક સ્થિરતારૂપભાવ-એમ ત્રણ સ્વભાવ ભિન્ન કહ્યા, ત્રણ થયા એટલે અનેકાકાર થયા. તેથી એ અશુદ્ધ કહેવામાં આવે છે. ત્રણપણાનું લક્ષ કરવું એ અશુદ્ધતા છે, અને ત્રિકાળી એકાકારનું લક્ષ કરવું એનું નામ શુદ્ધતા છે.
અહીં તો લોકોમાં હજી બધા વાંધા વ્યવહાર (શુભરાગરૂપ દયા, દાન, ભક્તિ, વ્રતાદિ)ના પડ્યા છે. એને સાધન કહો, નહીં તો એકાંત થઈ જાય છે એમ કેટલાક કહે છે. ભાઈ, એ સાધન તો અસદભૂત વ્યવહારનયથી કહ્યું છે. શું કહ્યું એ? કે “નિશ્ચય સાધ્ય અને વ્યવહાર સાધક” એમ પણ પંચાસ્તિકાય ગાથા ૧૭ર માં આવે છે. ત્યાં તો પ્રજ્ઞા-છીણીથી રાગને અને આત્માને ભિન્ન પાડી અને પ્રજ્ઞાછીણી દ્વારા જેણે ભગવાન આત્માને સાધકપણે પરિણમાવ્યો તેને તે કાળે રાગની મંદતા કેવી હોય એ બતાવવા એને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. સમજાણું કાંઈ? સાધનનું કથન બે પ્રકારે છે, સાધન બે પ્રકારે નથી. મોક્ષમાર્ગનું નિરૂપણ (કથન) બે પ્રકારે છે, પણ નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષમાર્ગ નથી.
એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાચું પરિણમન જે સત્ય વ્યવહાર છે તેની અહીં વાત છે. વસ્તુ આત્મા નિર્મળ એકાકાર તેને ત્રણરૂપે-એક પ્રતીતિરૂપે, એક જાણવારૂપે અને એક સ્થિરતારૂપે-એમ ત્રણસ્વભાવપણે કહેવો એ મેચક છે અને વસ્તુ એકસ્વભાવ અમેચક છે. આમ આત્માને મેચક-અમેચક કહ્યો ખરો તથા અમેચકને શુદ્ધ આદરણીય કહ્યો છે. પણ હવે કહે છે આ વસ્તુ) અમેચક નિર્મળ શુદ્ધ છે અને આ પર્યાય-ભેદ મેચક-મલિન છે એવો વિકલ્પ છોડી દે. રાજમલજીએ કળશટીકામાં એમ લીધું છે કે “શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com