________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૧૭
(સમ્યગ્દર્શન) તેણે કર્યું. ગુરુએ જે ભાવથી કહ્યું હતું તે ભાવ તે બરાબર સમજી ગયો. પહેલાં રાગ અને સંયોગમાં સાવધાન હતો તે હવે અસંયોગી અને અરાગી આત્મામાં સાવધાન થયો.
હું તો જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યસ્વભાવના ભાવથી ભરેલો ચૈતન્ય-તેજના નૂરનું પૂર છું એમ સાવધાન થઈ, જેવી રીતે કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણે છે. જુઓ, સોનું કયાંય પેટી-પટારામાં છે ને ભૂલી ગયો એમ લીધું નથી. પણ પોતાની મૂઠીમાં પોતાની પાસે જ છે તે ભૂલી ગયો હોય તેને કાંઈ યાદ કરીને દેખે તેમ અહીં પણ પુણ્ય-પાપની રુચિમાં પોતાની અંદર રહેલો ભગવાન આત્મા ભૂલી ગયો હતો તે યાદ કરીને દેખી લીધો. જેમ લાપસી રંધાતી હોય અને કાચાં લાકડાંનો ધૂમાડો થતો હોય તો વાસણ અને લાપસી દેખાતાં નથી, તેમ પુણ્ય-પાપના ધુમાડાની આડમાં અંદર ભગવાન આત્મા છે તે દેખાતો નથી. આ શુભાશુભ વિકલ્પો છે એ ધુમાડો-મેલ છે. અને તેની રુચિમાં આત્મા જણાતો નથી. પરંતુ વિરક્ત ગુરુના ઉપદેશનું નિમિત્ત બનતાં સાવધાન થઈ શિષ્ય જાણ્યું કે-અહો! હું તો અતીન્દ્રિય આનંદ અને શાંતિનો સાગર છું. આનંદ, જ્ઞાન અને વીતરાગતાના રસથી છલોછલ ભરેલો પરમેશ્વર છું. પાઠમાં છે ને કે પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને '–કોઈને આ વાત સાંભળીને એમ થાય કે આત્મા અત્યારે ક્યાં પરમેશ્વર છે? ભાઈ ! અત્યારે જો પરમેશ્વર સ્વરૂપ ન હોય તો પર્યાયમાં થશે કયાંથી? આત્મા શક્તિએ વીતરાગમૂર્તિ છે તેથી તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, પ્રવહે છે. અહીં કહે છે-ભગવાન! તું તારા પરમેશ્વરને ભૂલી ગયો. “અપને કો ભૂલ આપ હેરાન હો ગયા.”
અહાહા! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ-ગુણ-સ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંતબળથી ભરેલો ભગવાન છે. એવા પોતાના પરમેશ્વર આત્માને પોતે ભૂલી ગયો હતો તેને યાદ કરીને જાણી લે છે. એનામાં નજર કરતાં ક્ષણમાં નારાયણ થાય એવી તાકાતવાળો એ જણાય છે. ભાઈ ! શક્તિમાં જો પરમેશ્વરપણું ન હોય તો પર્યાયમાં કયાંથી આવે? કૂવામાં ન હોય તો અવેડામાં કયાંથી આવે ?
આત્મામાં જ્ઞાનનું સામર્થ્ય પૂર્ણ છે, દર્શનનું સામર્થ્ય પૂર્ણ છે. એવા અનંતગુણોના પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ આત્મા છે. આત્મામાં પ્રભુતાનો ગુણ છે. તેના નિમિત્તે અનંતગુણોમાં પ્રભુતાનું રૂપ છે. પ્રભુત્વ ગુણ બીજા ગુણોમાં નથી પણ પ્રભુતાનું રૂપ અનંતગુણોમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com