________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અધર્માસ્તિકાય લોકપ્રમાણ છે. ગતિ કરનાર (જીવ-પુદ્ગલો) પોતાથી ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય તેમાં નિમિત્ત થાય છે. અને તે તે પદાર્થ ગતિ કરીને પોતાથી સ્થિર થાય છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિર થવામાં નિમિત્ત છે. પદાર્થો પોતાના કારણે ગતિ કરે છે અને પોતાના કારણે સ્થિતિ કરે છે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહે છે. ધર્માસ્તિકાય ગતિ કરાવે છે કે અધર્માસ્તિકાય સ્થિતિ કરાવે છે એમ નથી. તેવી રીતે આકાશ લોકઅલોકમાં વ્યાપક પદાર્થ છે. અને કાળદ્રવ્ય જે અસંખ્ય છે તે લોકમાં રહેલા છે. કાળદ્રવ્ય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ પદાર્થ છે. પુદ્ગલદ્રવ્ય અનંત છે. કર્મ, શરીર, વાણી ઇત્યાદિ બધા પુદ્ગલો પરશય તરીકે જગતમાં અસ્તિ ધરાવે છે. તેમ જ અન્ય જીવોનિગોદના, સિદ્ધના જીવો, દેવ, ગુરુ, સ્ત્રી, કુટુંબ ઇત્યાદિ જીવો તે બધા અન્ય જીવ છે. જ્ઞાની કહે છે કે આ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. આ બધાંય છયે દ્રવ્યો જ્ઞાનનું શેય છે. એટલે કે જ્ઞાન તેમને જાણી લે છે. જ્ઞાન તેમને જાણી લે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સંબંધી જે પોતાની જ્ઞાનદશા છે તે-રૂપે પરિણમતો તે પોતાને જ જાણે છે. જ્ઞાનમાં શેયને જાણવાનો સ્વભાવ છે. પરંતુ એ જ્ઞય છે માટે તેને જાણવાનો સ્વભાવ છે એમ નથી. ચૈતન્ય પોતે જ તે કાળે, ચૈતન્યની શક્તિના વિકાસના સામર્થ્યથી જે અનંત જ્ઞયો છે તેમને જાણી-જાણવાના ભાવે પરિણમી તેમને ગળી જાય છે. પરય તરીકે જગતમાં જે અનંત પદાર્થો છે તેમને જ્ઞાન પોતાના જાણવાના સામર્થ્યથી જાણે છે. આત્મા પોતાના જ્ઞાનમાં રહીને, શેયના આશ્રય-અવલંબન લીધા વિના, પોતાનો જે સ્વપરને પ્રકાશવાનો સ્વભાવ છે તેના સામર્થ્યથી તે શયોને પ્રકાશે છે.
જે પરજ્ઞયો છે તે જીવના નથી. દીકરો જીવનો નથી કે પૈસા જીવના નથી. જીવને ગુસ્ય નથી કે શિષ્ય પણ નથી. એ તો બધા પરજ્ઞયો છે. જીવને તો જે જ્ઞયો છે તેમને સ્વભાવના સામર્થ્યથી જાણે તેવો સ્વભાવ છે તે પોતાનો છે. તેથી ધર્મી જીવ એમ જાણે છે કે તે સઘળાં પરદ્રવ્યો મારા સંબંધી નથી. વીતરાગ અરિહંતદેવ અને નિગ્રંથ ગુરુ એ મારા સંબંધી નથી. એ તો પર પદાર્થો છે.
પ્રશ્ન- દેવ-ગુરુને તો આત્માના રાખો. દેવ-ગુરુ તો શુદ્ધ છે ને? તે શુદ્ધ છે તેથી પોતાના માનીએ તો ?
ઉત્તર- અરિહંતદેવ અને અનંત સિદ્ધો પોતપોતામાં પરમ શુદ્ધ પવિત્ર પરમાત્મપદે બિરાજમાન હોવા છતાં આ જીવને પોતાના માટે તેઓ પર છે. તથા આ અરિહંત છે, આ સિદ્ધ છે, એમ માનવા એ વિકલ્પ છે. (અને એમને પોતાના માનવા એ મિથ્યાત્વ છે.) આત્માનો તો પોતાનામાં રહીને પોતાના સામર્થ્યથી તે શેયોને ગળી જવાનો સ્વભાવ છે. તેનો તો જ્ઞાનના પરિણમનમાં રમણતા કરવાનો સ્વભાવ છે. તેથી એ સઘળાં પરદ્રવ્યો દેવ, ગુરુ, શરીર અને કર્મ એ મારાં સંબંધી નથી. જે આઠ કર્મ છે તે મારાં સંબંધી નથી. એ તો જડ પુદ્ગલ છે અને હું તો ચૈતન્ય-જ્ઞાનપ્રકાશની મૂર્તિ છું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com