________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[૯
સાધકભાવે અને પરિપૂર્ણ સાધ્યપણે પરિણમે છે. વચમાં બાહ્ય વ્યવહારક્રિયા આવે છે તો મોક્ષમાર્ગ થાય છે એમ નથી.
સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ ભેદ પાડીને કથન કરવામાં આવે છે. આઠમી ગાથામાં કહ્યું ને કે દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. એવો ભેદ કર્યો પણ પરમાર્થ જોવામાં આવે તો એ ત્રણે એક આત્મા જ છે; કેમકે ત્રણે પર્યાય આત્માથી જુદી નથી. એ એકનું (આત્માનું) સેવન કરવાથી (નિર્મળ) પર્યાય ઉત્પન્ન થાય છે, પણ ત્રણનું સેવન કરવાથી (નિર્મળ ) પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. સૂક્ષ્મ વાત, ભાઈ ! આ તો આત્મા, બાપુ! એમાં ભગવાન બિરાજે છે. અંદર બધા આત્મા ભગવાન સ્વરૂપ જ છે. એ એકરૂપ સચ્ચિદાનંદ પ્રભુ જેનો જ્ઞાયક એક સ્વભાવ છે તે દ્રવ્યનું સેવન કરવું એ પરમાર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણ પ્રકારે સેવન કરવું એ વ્યવહારનું કથન છે. કળશ ટીકાકારે માત્મા મેવ: ચેતન દ્રવ્ય જે ત્રણ પ્રકારે થાય છે તે મેચક કહેતાં મલિન છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રની નિર્મળ પર્યાય એ એકના ત્રણ ભેદ થયા એ મલિન છે, વ્યવહાર છે. પર્યાય છે ને? પર્યાય ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. અને રાગ મલિન જ છે ને?
નિયમસારની પાંચમી ગાથામાં કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ બહિતત્ત્વ છે. અહીં રાગની વાત તો છે જ નહિ, નિર્મળ પર્યાયને બહિ:તત્ત્વ કહી છે. તથા અંત:તત્ત્વ શુદ્ધ પરમાત્મા છે. પૂર્ણ અંતઃતત્ત્વરૂપ જ્ઞાયક પરમાત્મા અને બહિ:તત્ત્વરૂપ નિર્મળ પર્યાય એ બે તત્ત્વોની શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમક્તિ છે. જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ સાત તત્ત્વોની શ્રદ્ધા એ પણ વ્યવહાર શ્રદ્ધા છે. વ્યવહાર શ્રદ્ધા એ કાંઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી; એ તો રાગ છે, વિકાર છે. અહીં કહે છે કે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય છે એ બહિતત્ત્વ છે. એ બહિ:તત્ત્વ ઉપર લક્ષ જાય એ વ્યવહાર છે, મલિન છે, અનેકાકાર છે, અનેકસ્વભાવ છે. જુઓ, કઈ અપેક્ષાએ લીધું? સમયસાર કળશ ટીકા કળશ ૧૬ માં આવે છે કેસામાન્યપણે અર્થગ્રાહકશક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે. આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે.
એકને ત્રણ પ્રકારે કહેવો એ વ્યવહાર છે અને વ્યવહાર છે તે અસત્યાર્થ છે. કળશ ૧૭ ના ભાવાર્થમાં આવે છે કે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે, પણ પર્યાયાર્થિક નયે એકને ત્રણરૂપ પરિણમન થાય છે એમ કહેવું તે વ્યવહાર છે, અસત્યાર્થ છે. અહીં ત્રિકાળી, ભૂતાર્થ દ્રવ્યને મુખ્ય કરીને નિશ્ચય કહી સત્યાર્થ કહ્યું છે અને પર્યાયમાત્રને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com