________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આત્માની જ્ઞાન-દર્શન શક્તિની વ્યક્તતા જાણવા-દેખવાની થાય છે. આત્માનું વ્યક્તિત્વ જે જાણવા-દેખવાની વ્યક્ત દશા થાય તે છે. પરંતુ રાગનું પરિણમન થાય એવું તેનું સ્વરૂપ નથી. રાગની રચના કરે એવો કોઈ ગુણ કે શક્તિ ચૈતન્યસ્વરૂપ આત્મામાં નથી. ચૈતન્યદ્રવ્ય છે, તેની ચૈતન્યશક્તિ છે અને તેની પર્યાય-વ્યક્તિ જાણવા-દેખવાની થાય છે. ભાઈ ! વીતરાગમાર્ગ જગતથી જુદો છે. લોકોએ તેને ક્રિયાકાંડમાં મનાવી દીધો છે. અહીં કહે છે કે વ્રતાદિનો જે વિકલ્પ છે તે અચેતન છે, જડ છે. એ કાંઈ ચૈતન્યશક્તિની વ્યક્તતા-પ્રગટતા નથી. અહાહા ! વસ્તુ આખું ચૈતન્યદળ છે અને ચૈતન્યપણું એ તેની શક્તિ-ગુણ છે. તો તેની વ્યક્તતા ચૈતન્યના એટલે જ્ઞાન-દર્શનના ઉપયોગમય જ હોય ને? તેની પ્રગટતામાં રાગદ્વેષ કેવી રીતે હોય?
ભેદજ્ઞાન થતાં જે રાગદ્વેષમોહરૂપ કલુપતા અથવા મલિનતાનો ભાવ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની વ્યક્તતા છે એમ જણાય છે. નિશ્ચયથી રાગ પુદ્ગલનો છે; કેમકે વિકાર-રાગ એ કોઈ ચૈતન્યશક્તિની વ્યક્તતા નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ નિશ્ચયથી જ્ઞાનસ્વભાવની જાણકશક્તિના સામર્થ્યમાંથી આવેલો નથી. તેથી તે જડ છે. જાણકશક્તિના સામર્થ્યમાંથી તો માત્ર જાણવા-દેખવાના પરિણામ થાય છે. તે પરિણામ રાગાદિને જાણે છે પરંતુ તે રાગાદિ મારા છે એમ જાણે નહિ.
ભાવક એટલે કર્મનો ઉદય અને તે ભાવકથી થયેલા રાગ-દ્વેષ તે ભાવકના ભાવ છે. પરંતુ રાગ-દ્વેષ જ્ઞાયકના ભાવ નથી. અહાહા! આ સમજવા કેટલી ધીરજ જોઈએ! સ્વભાવના અવલંબને ભેદજ્ઞાન પ્રગટે છે ત્યારે રાગની કલુષિતતા ઉપયોગથી ભિન્ન, જડ પુગલદ્રવ્યની છે એમ ભાસે છે. અને ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ છે તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. મોહકર્મના નિમિત્તે જે જે રાગ થાય છે તે ભાવકનો ભાવ છે પરંતુ જ્ઞાયકનો નથી. આવું ઝીણું પડે, પરંતુ ભાઈ ! તારામાં એ સમજવાની તાકાત છે. અરે ! તારામાં તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે. પ્રભુ! તારી પ્રભુતાની શી વાત ?
ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે અચળપણે અંદર બિરાજમાન છે. તે અનંત અનંત શાંતિ, સુખ, જ્ઞાન અને આનંદનો સાગર છે. તે ઉછળે ત્યારે તેમાંથી જ્ઞાન અને આનંદની પરિણતિ આવે છે. ફુવારામાં જેમ મશીન ચાલુ કરતાં પાણી આવે છે-ઊડ છે તેમ ચૈતન્યસ્વરૂપ ઉપર દષ્ટિનું જોર જતાં અર્થાત્ ભગવાન આત્મા અનંત શક્તિઓથી ભરેલું એક સત્ત્વ છે એમ વિશ્વાસ આવતાં, જેટલું અંદર સ્વભાવમાં એકાગ્રતાનું દબાણજોર થાય એટલી આનંદની ધારા વહે છે. ભેદજ્ઞાન થતાં, ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહભાવ છે તેનાથી જરૂર શાકભાવનો ભાવ જુદો થાય છે અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે, જેને જ્ઞાયકભાવનો સત્કાર થયો છે અર્થાત્ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com