________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
તે રાગ છે (ધર્મ નથી), અને તે રાગને જે પોતાના માને તે મિથ્યાદષ્ટિ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટ થતી નથી ત્યાંસુધી સમ્યગ્દષ્ટિને પણ શુભરાગ હોય છે ખરો, પરંતુ વ્યવહાર છે અને તે આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય અને વ્યવહાર બને ઉપાદેય (આશ્રય કરવા યોગ્ય) નથી. વ્યવહાર હોય છે ખરો, પણ તે આદરણીય નથી. વ્યવહારનયને જો ન માને તો તીર્થનો જ નાશ થાય અને જો નિશ્ચયનયને ન માને તો તત્ત્વનો નાશ થાય. તેથી ગુણસ્થાન આદિ ભેદો જે વ્યવહાર છે તે હોય છે ખરો, પરંતુ તે આદરવા લાયક નથી. તથા એ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી.
અહીં એ જ વાત કહે છે કે પોતાનું સ્વરૂપ તો જ્ઞાન જ છે. પરંતુ અજ્ઞાની સ્વરૂપને ભૂલીને ભ્રમથી રાગાદિ વિભાગોને ગ્રહણ કરી તેમને પોતાના જાણીને પોતામાં એકરૂપ કરીને સૂતો છે. અનાદિથી અજ્ઞાની જીવ એકલા જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા છે તેને છોડી દઈને પુણ્ય-પાપના ભાવ જે ધર્મથી વિરુદ્ધ એટલે અધર્મ છે તેમને પોતાના જાણીને, તેમને પોતાના સ્વભાવમાં એકરૂપ રીને સૂઈ રહ્યો છે, ઊંઘી ગયો છે; અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કર્મથી અજ્ઞાની થઈ રહ્યો છે એમ નથી, પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કહ્યું છે ને કેઃ
અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.”
પોતાની ચીજ સચ્ચિદાનંદ પ્રભુ આનંદકંદ જ્ઞાયક છે. તેને છોડીને અજ્ઞાની દેહાદિ જે પરવસ્તુ જડ અજીવસ્વરૂપ છે તેને અને અંદરમાં જે પુણ્ય-પાપના વિકાર થાય છે તેને પોતાના માની મોહનિંદમાં સૂઈ રહ્યો છે. ભગવાન આત્મા તો અબંધસ્વભાવ છે, અને જે પુણ્ય-પાપના ભાવ છે એ ભાવબંધ છે, આમ્રવરૂપ છે. છતાં તે ભાવોને પોતાના જાણી, પોતાથી એકરૂપ માની પોતે પોતાથી જ અજ્ઞાની થઈ રહ્યો છે; કર્મથી અજ્ઞાની થઈ રહ્યો છે એમ નથી.
આ દેશ, મકાન અને છોકરાં એ તો કયાંય દૂર રહ્યાં. અહીં વર્તમાન દશામાં કર્મના સંગથી જે પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થાય છે તે પરદ્રવ્યના ભાવો છે એમ કહ્યું છે. કારણ કે પરમાત્મદશા થતાં તે ભાવો છૂટી જાય છે અને જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા રહી જાય છે. ભાઈ ! તારો દેશ તો અસંખ્ય પ્રદેશી દ્રવ્ય અંદર છે, અને તેમાં અનંત અનંત ગુણની પ્રજા વસે છે. રાગ કે પુણ્ય-પાપના વિકલ્પો એ પોતાનો સ્વભાવ કે સ્વભાવની જાતના નથી. તેઓ તો ચંડાળની જેમ વિકાર-વિભાવની જાતના છે. એમનો વસ્તુમાં પ્રવેશ છે જ નહિ. છતાં અનાદિથી ચૈતન્ય ભગવાન પોતાની જ્ઞાનઆનંદની સ્વરૂપસંપદાને ભૂલીને પુણ્ય-પાપના વિકલ્પોને પોતાના જાણીને, એમાં જ એકરૂપ થઈને સૂતો છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જાઓ, દર્શનમોહનો ઉદય આવ્યો તેથી અજ્ઞાની થયો છે એમ નથી લીધું. પરંતુ રાગાદિ પુણ્ય-પાપના મેલને પોતાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com