________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૨
કે બદલવું એ ક્રિયા એનામાં નથી. પરિણમવું કે બદલવું એ તો અવસ્થા-પર્યાયમાં છે. આવો ત્રિકાળી ધ્રુવ અક્રિયસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે અને તેના અવલંબને મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. રાગથી ભિન્ન અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ પડ્યો છે એ તો અક્રિય છે. પરિણમવાની ક્રિયા એમાં નથી. આવા ધ્રુવ અક્રિયસ્વરૂપ ભગવાનને અવલંબીને એમાં જ ઠરવું એ મોક્ષમાર્ગ છે. એ નિશ્ચયમોક્ષમાર્ગ તે અધ્યાત્મનો વ્યવહાર છે. શું કહ્યું? શુદ્ધ દ્રવ્યવહુ એ નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે તે વ્યવહાર. શુભરાગરૂપ વ્યવહાર મોક્ષમાર્ગની આ વાત નથી હોં. અહીં તો કેવળજ્ઞાનસ્વભાવી આનંદનો ગોળો પ્રભુ શુદ્ધ, ધ્રુવ અક્રિય વસ્તુ જેમાં બદલવું-પરિણમવું નથી તે નિશ્ચય અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે વ્યવહાર છે. આવો માર્ગ છે, ભાઈ ! અરે! ૮૪ ના અવતારમાં રખડતાં એને આ વાત મળી જ નથી ! અહા ! ઘરમાં છે છતાં પોતે કોણ છે એની ખબર નથી !
અહીં કહે છે કે-જેમ સાકર ગળપણસ્વરૂપ, અફીણ કડવાસ્વરૂપ અને મીઠું ખારાસ્વરૂપ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતા-દષ્ટા છે. આવા જ્ઞાનસ્વભાવનું ભાન કરીને, શ્રદ્ધાન કરીને તેમાં કરવું તે પ્રત્યાખ્યાન છે. અને એ નિર્મળ વીતરાગ પરિણતિને જ ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. અહાહા ! ત્રણે કાળ જેમાં જન્મમરણ અને જન્મ-મરણના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા છે. કોઈને એમ થાય કે આ શું કહે છે? પણ ભાઈ ! આ તો તારા નિજ ઘરની વાત છે. નિજઘરમાં તો જ્ઞાન અને આનંદનાં નિધાન પડ્યો છે ને! આ શરીર તો હાડકાં અને માંસનું પોટલું પરચીજ છે. હિંસા, ચોરી આદિ પાપભાવ છે, અને દયા-દાનના ભાવ પુણ્ય છે. આ બધાયથી તું ભિન્ન છે. આવા આત્માનું ભાન કરી એમાં ઠરવું એ પ્રત્યાખ્યાન છે.
હવે શિષ્ય પૂછે છે કે પ્રભો ! આપે તો જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું. બે હાથ જોડે એ તો જડની ક્રિયા થઈ, અને જે વિકલ્પ ઊઠે છે એ રાગની ક્રિયા છે; એ કાંઈ પ્રત્યાખ્યાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનની પ્રતીતિ કરી, અનુભવ કરી એમાં જ રમણતા અને સ્થિરતા કરવી એ પ્રત્યાખ્યાન છે એમ આપે કહ્યું. તો તેનું દષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપે દષ્ટાંત અને સિદ્ધાંત ગાથા દ્વારા કહે છે:
* ગાથા ૩પ : ટીકા ઉપરનું પ્રવચન *
અહીં ધોબીનું દષ્ટાંત આપે છે. જેમ-કોઈ પુરુષ ધોબીને ત્યાં પહેલાં આપેલું વસ્ત્ર લેવા ગયો. ધોબીને તે વસ્ત્ર હાથ નહિ આવવાથી તેને બીજાં વસ્ત્ર આપ્યું. એટલે તે ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી પોતાનું જાણી-માની નિશ્ચિત થઈને વસ્ત્ર ઓઢીને સૂતો છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે અર્થાત્ આ બીજાનું વસ્ત્ર છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે હવે જેનું આ વસ્ત્ર હતું એ બીજો પુરુષ ધોબીને ત્યાં આવ્યો અને પોતાનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com