________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
બધા એકરૂપ કહ્યા હોય પણ ૫૨માર્થે તો તું ભિન્ન જ છે. દિવ્યધ્વનિમાં આમ નયવિભાગ આવે છે અને સંતો-મુનિઓ પણ આ જ રીતે ભિન્નતા બતાવે છે.
વ્યવહારનયને જ જાણનારા એટલે કે રાગથી ધર્મ થાય એમ માનનારા અજ્ઞાનીઓ રાગ અને આત્માને એક કહે છે, માને છે. પરંતુ સર્વજ્ઞ પરમેશ્વર તથા જેમણે રાગ અને વિકલ્પથી ભગવાન આત્માને ભિન્ન જોયો છે, જાણ્યો છે, માન્યો છે અને અનુભવ્યો છે એવા ભાવલિંગી સંતો એમ કહે છે કે-‘ભાઈ! આત્મામાં રાગનો અંશ નથી. આત્મા નિશ્ચયથી રાગથી ભિન્ન છે.' આમ નિશ્ચયનયના બળથી આત્મા અને રાગના એકપણાને જડમૂળથી ઉખેડી નાખે છે.
આવો ઉપદેશ સાંભળી પોતાના સ્વરૂપને જાણતાં, જે ચૈતન્યજ્યોત મરણતુલ્ય થઈ ગઈ હતી તે જાગ્રત થઈ ગઈ. ત્યારે ભાન થયું કે-અહો! હું તો જ્ઞાયકસ્વરૂપ જ્ઞાન અને આનંદની મૂર્તિ છું. રાગાદિ મારા સ્વરૂપમાં નથી અને તેમનાથી મને લાભ પણ નથી. મારું ટકવું મારા ચિદાનંદસ્વરૂપથી છે, નિમિત્ત કે રાગથી મારું ટકવું નથી. અહાહા! હું તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ શાંતિ ઇત્યાદિ અનંત અનંત પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભગવાન છું, ઇશ્વર છું. આવી રીતે જે અનાદિનો રાગનો અનુભવ હતો તે છૂટીને ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન શાયક આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ત્યારે આત્મા સજીવન થાય છે.
પહેલાંના સમયમાં શિયાળામાં જે ઘી આવતું તે ખૂબ ઘન આવતું. એવું ઘન આવતું કે તેમાં આંગળી તો શું, તાવેથોય પ્રવેશી શક્તો નહિ. તેમ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાનન છે. એમાં શરીર, વાણી, મન અને કર્મ તો પ્રવેશી શક્તાં નથી, પણ શુભાશુભ વિકલ્પ પણ તેમાં પ્રવેશી શક્તા નથી. શરીરાદિ અજીવ તત્ત્વ છે અને શુભાશુભભાવ આશ્રવ તત્ત્વ છે. તે બન્ને-આસ્રવ અને અજીવ તત્ત્વથી પૂર્ણાનંદનો નાથ ભિન્ન છે. અહાહા! જીવતી-જાગતી ચૈતન્યજ્યોત અંદર પડી છે તે જ્ઞાન-દર્શનમય ચૈતન્યપ્રાણથી ત્રિકાળી ટકી રહી છે. આવા ત્રિકાળ ટક્તા તત્ત્વને ન માનતાં, દેહની ક્રિયા મારી, જડ કર્મ મારું, દયા, દાન ઇત્યાદિ વિકલ્પ મને લાભદાયક એમ માનીને અરેરે! જીવતી જ્યોતને ઓલવી નાખી છે. માન્યતામાં એના ત્રિકાળ સત્ત્વનો નકાર કર્યો છે.
આવા અજ્ઞાની જીવને સંતોએ બતાવ્યું છે કે-ભાઈ! જે સમ્યગ્દર્શનના અનુભવમાં જણાય છે તે ચૈતન્યસત્તા પરિપૂર્ણ મહાન છે. તે પરિપૂર્ણ સત્તામાં રાગનો ણ કે શરીરનો રજકણ સમાય એમ નથી. અહાહા! તે જ્ઞાયક ચૈતન્યચંદ્ર એકલો શીતળ-શીતળ-શીતળ, શાંત-શાંત-શાંત અકષાય સ્વભાવનું પૂર છે. ભાઈ! તું જ આવડો મહાન છો પોતાની અનંત રિદ્વિ-ગુણસંપદાની ખબર નથી તેથી જે પોતાની સંપત્તિ નથી એવાં શરીર, મન, વાણી, બાગ, બંગલા ઇત્યાદિને પોતાની સંપત્તિ માની બેઠો છે. અરે પ્રભુ! તું કયાં રાજી
થઈ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com