________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહાહા ! વસ્તુ બહુ સૂક્ષ્મ છે, ભાઈ. જ્યાં “હું આ દ્રવ્ય અને આ પર્યાય' તેવો ભેદ પણ પરદ્રવ્ય છે ત્યાં પુણ્ય-પાપના ભાવોનું શું કહેવું? એ તો પરદ્રવ્ય છે જ. અભેદ સ્વભાવમાં ગુણ-ભેદની કલ્પના કરવી એ પરભાવ છે. અહો ! દિગંબર સંતોની વીતરાગમાર્ગની વાત અલૌકિક છે. આવી વસ્તુના સ્વરૂપની વાત બીજે ક્યાંય નથી.
નિયમસારની ૫૦ મી ગાથામાં પણ આવે છે કે -સ્વરૂપના આશ્રયે પ્રગટેલી એક સમયની નિર્મળ વીતરાગી સંવર, નિર્જરા અને કેવળજ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્ય, પરભાવ છે અને તેથી હેય છે. પોતાનો ત્રિકાળી સ્વભાવ સ્વદ્રવ્ય છે અને એક સમયની પર્યાય ત્રિકાળીમાં નથી, ત્રિકાળરૂપ નથી માટે પરદ્રવ્ય છે. મૂળ ગાથામાં “પરબ્ધ વરસાવનિરિ દે” એટલે “પૂવોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે” એમ કહ્યું છે. તથા ટીકામાં એમ લીધું છે કે પરંતુ શુદ્ધ નિશ્ચયનયના બળે (શુદ્ધ નિશ્ચયનય) તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે.' અહાહા ! તે ચાર-જ્ઞાન-મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન તે પણ વિભાવગુણપર્યાયો છે. ત્રિકાળી જ્ઞાયક-સ્વભાવ તે સ્વદ્રવ્ય છે અને તે એક જ ઉપાદેય છે. અહીં પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યબુદ્ધિ કરાવવાનું પ્રયોજન છે. જેમ પરદ્રવ્યમાંથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ એક નિર્મળ પર્યાયમાંથી બીજી નવી નિર્મળ પર્યાય આવતી નથી. ચાહે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ હો, તોપણ તેને દષ્ટિમાંથી છોડવા જેવી છે, કેમ કે ત્રિકાળી એક અખંડ આનંદકંદ જ્ઞાયક વસ્તુ તે સ્વદ્રવ્ય ઉપાદેય છે અને એક સમયની નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય તે પરદ્રવ્ય છે, તેથી હેય છે.
અહીં એમ કહે છે કે આત્માને અને શરીરને એકત્રાવગાહ સંબંધ હોવાથી શરીરની સ્તુતિથી કેવળીની સ્તુતિ થઈ એમ વ્યવહારથી કહેવામાં આવે છે, પરંતુ નિશ્ચયનયથી એ સાચી સ્તુતિ નથી કેમકે નિશ્ચયનયથી આત્મા અને શરીર એક નથી. શરીરનું સ્તવન કહો કે આ નિજ ભગવાન આત્મા સિવાય અન્ય આત્માનું-કેવળીનું સ્તવન કહો એ વ્યવહારથી સ્તવન છે. નિશ્ચયથી કેવળીના ગુણની સ્તુતિ તે સાચી સ્તુતિ નથી, એ તો રાગ છે.
“નિયત: વિસ્તુત્યા પૂર્વ વિત: સ્તોત્ર ભવતિ' નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. અહાહા! અખંડ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો સત્કાર કરવો એટલે તેની સન્મુખ થઈ તેમાં એકાગ્ર થવું અને નિર્મળ પર્યાય પ્રગટ કરવી એનું નામ સાચી સ્તુતિ છે. આ જ સ્તુતિ ભવના અભાવનું કારણ છે, બીજી કોઈ સ્તુતિ-ભક્તિ ભવના અભાવનું કારણ નથી. કોઈ એમ કહે કે સમ્મદશિખરજીનાં જે દર્શન કરે તેને ૪૯ ભવે મુક્તિ થાય. અરે ભાઈ ! આ વીતરાગમાર્ગની વાત નથી. અમેદશિખર તો શું? ત્રણલોકના નાથ ભગવાન અરિહંતદેવનાં સાક્ષાત્ દર્શન કરે તોપણ ભવનો અભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com