________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
[ ૧૪૭
ગુણસ્થાનની વાત છે, કેમકે કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. ક્ષીણમોહ જિન થતાં જે પૂર્ણ વીતરાગતા થઈ તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. ઉપશમ સ્તુતિમાં (ગાથા ૩૨ માં) જે સોળ બોલ હતા તે અહીયાં પણ લઈ લેવા. ભાઈ! આ તો ભગવાન જિનેન્દ્રદેવનો માર્ગ અતિ સૂક્ષ્મ છે. અનંતકાળમાં જે સમજ્યો નથી એવો આ માર્ગ અહીં બતાવ્યો છે.
* ગાથા ૩૩ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
સર્વજ્ઞ ૫૨માત્માની નિશ્ચયસ્તુતિ કોને કહેવાય એ પ્રશ્ન હતો. તેનો ઉત્તર આપ્યો કે-આ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપી વસ્તુ છે. તેની દષ્ટિ કરી તેની એક્તા કરવી એ કેવળીની પહેલા પ્રકારની સ્તુતિ છે. ભગવાનની ભક્તિ, પૂજા, જાત્રા કરવાનો જે ભાવ છે તે શુભભાવ હોવાથી પુણ્યબંધનું કારણ છે. તેથી તે ભાવ વાસ્તવિક ધર્મ નથી અને તેથી તે ભાવ વાસ્તવિક સ્તુતિ પણ નથી. અને વાસ્તવિક જિન શાસન પણ નથી.
શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પૂર્ણ પવિત્ર આનંદધામ ભગવાન આત્મા છે. તેની સન્મુખ થઈને અને નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાયથી વિમુખ થઈને અંદર એકાગ્ર થતાં પર્યાયબુદ્ધિ છૂટવાથી પહેલા પ્રકારની સ્તુતિ થાય છે. રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય છે તે પહેલી સ્તુતિ છે. છતાં એ સમ્યગ્દષ્ટિને કર્મના ઉદય તરફના ઝુકાવથી પોતામાં પોતાને કા૨ણે ભાવક કર્મના નિમિત્તે વિકારી ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવકસંકરદોષ છે. હવે કર્મના ઉદયનું લક્ષ છોડી વસ્તુ અખંડ એક ચૈતન્યઘન પ્રભુ છે તેની સન્મુખ થઈ તેમાં જોડાણ કરતાં ઉપશમભાવ દ્વારા જ્ઞાની તે મોહને જીતે છે તે બીજા પ્રકારની સ્તુતિ છે.
પ્રથમ સ્તુતિમાં સમ્યગ્દર્શન સહિત આનંદનો અનુભવ છે. બીજી સ્તુતિમાં ભાવક મોહકર્મના ઉદયના નિમિત્તે જે વિકારી ભાવ્ય થતું હતું તે સ્વભાવના આશ્રયે દબાવી દઈ ઉપશમભાવ પ્રગટ કર્યો. આ પ્રકારની સ્તુતિમાં સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ તો છે, પણ તે મંદ છે. હવે ત્રીજી સ્તુતિમાં પ્રબળ પુરુષાર્થથી અંદર એકાગ્ર થતાં રાગનો નાશ થાય છે. બીજી સ્તુતિમાં જે ઉપશમશ્રેણી હતી તેનાથી પાછા હઠીને ક્ષપકશ્રેણીમાં જતાં રાગાદિનો ક્ષય થાય છે. ઉપશમ શ્રેણીમાં રાગાદિનો ક્ષય થતો નથી. તેથી પાછા હઠીને ૭ મા ગુણસ્થાને આવીને પછી ઉગ્ર પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડતાં રાગાદિનો અભાવ થાય છે.
અહાહા! અનાદિથી પોતાનું સ્વરૂપ અખંડ આનંદકંદ પ્રભુ ભગવાનસ્વરૂપ જ છે. આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ, જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ છે. અને જે વિકલ્પ ઊઠે છે એ તો અન્ય સ્વરૂપ કર્મ છે. એક્લો અકષાયસ્વભાવી આનંદકંદ આત્મા છે. તેની દૃષ્ટિ કરી અનુભવ કરવો તે પ્રથમ પ્રકારની આત્માની સ્તુતિ છે. ત્યારપછી રાગના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીથી જોડાણ થતું હતું તે જોડાણ, પોતાના સ્વરૂપ તરફના પુરુષાર્થથી ન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com