________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
હોય જ નહિ, કેમકે તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનના અભાવમાં જે પુણ્ય આદિ ભાવ થાય તેમાં આત્મબુદ્ધિ છે અને એ જ મિથ્યાદર્શન અને અજ્ઞાન છે.
અહાહા ! આ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ છે. આ કાંઈ નવી નથી, કોઈએ કરી નથી. અનાદિથી છે અને અનંતકાળ રહેનાર છે. એવો એ અવિનાશી છે. એ અવિનાશી વસ્તુમાં અવિનાશી અનંત અનંત શક્તિઓ પડી છે. દર્શન, જ્ઞાન, આનંદ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છત્વ, ઉત્પાદ-વ્યય-ધ્રુવવ આદિ અનેક છે.
પ્રશ્ન:- ગુણને ઉત્પાદ-વ્યય હોય નહિ. તો ઉત્પાદ-વ્યય-ધુવત્વ ગુણ કેમ કહ્યો?
ઉત્તરઃ- ગુણોને તો ઉત્પાદ-વ્યય હોય નહિ એ બરાબર છે. ગુણો તો ધ્રુવ જ છે. પણ અહીં તો ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ શક્તિ છે એ ગુણ છે. તે ધ્રુવ છે. એ આત્મદ્રવ્યનો ગુણ છે. જેના કારણે દ્રવ્ય નવી પર્યાયપણે ઉપજે અને પૂર્વપર્યાયપણે નાશ પામે અને દ્રવ્યપણે ધ્રુવ-કાયમ રહે. આવી શક્તિ (ઉત્પાદ-વ્યય-ધ્રુવ7) આત્મામાં નિત્ય રહેલી છે. ભગવાન નિત્યાનંદસ્વરૂપ આત્મામાં જે અનંત શક્તિઓ છે તે બધી નિત્ય છે, ધ્રુવ છે.
આવા પોતાના ઘરની વાત મૂકી દઈને જે પરની પંચાત કરે તે અજ્ઞાની છે. એ પુણ્ય-પાપના વિકલ્પોને-રાગને પોતાના માને છે. એ પરદ્રવ્યને પોતાનું માને છે. એને અહીં સાવધાન કર્યો કે ભાઈ ! સાવધાન થા. “જડ અને ચેતનદ્રવ્ય બને સર્વથા જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞ દીઠું છે.” ભગવાન આનંદમૂર્તિ પ્રભુ ચૈતન્યસ્વરૂપ આત્મા જુદો છે અને જે પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે એ અચેતન જડ વિકલ્પો પણ જુદા છે.એક ચેતન અને બીજી અચેતન હોવાથી બન્ને ભિન્ન ચીજ છે. હવે આ શરીર, બાયડી, છોકરાં, ગામ અને દેશ એ તો ક્યાંય દૂર છે. એને મારા માને તો શું મૂર્ખાઈનો પાર છે કાંઈ? પ્રભુ! તું મૂળમાંથી ભૂલ્યો. અહીં સૂક્ષ્મ વાત કરી છે. આ જીવ અધિકાર છે ને? એટલે કહે છે કે આ વ્રત, તપ આદિ વિકલ્પો અજીવ છે, જીવ નહિ. કેમકે જીવ હોય તો જુદા પડે નહિ. પણ એ તો જુદા પડી જાય છે. એ બન્ને સર્વથા જુદા જુદા છે, કોઈ રીતે એક છે એમ નથી. જૈનશાસનમાં સર્વથા હોય નહિ એમ કેટલાક કહે છે. આ શું કહે છે? કે આત્મા અને રાગ સર્વથા જુદા છે. અને આ શરીરાદિ અને આત્મા તો સર્વથા ભિન્ન જ છે.
આ આત્મા ચૈતન્યબિંબ છે. અને શરીર તો માટી–ધૂળ જડ છે. પણ આવું નક્કી કરવાની ફુરસદ કયાં છે? એના ભાન વિના દયા, દાન, વ્રતાદિ કરે અને એ પુણ્યના ફળમાં સ્વર્ગાદિ કે આ ધૂળની કરોડ-બે કરોડની શેઠાઈ મળે. એ ધૂળના શેઠીઆ વૈભવના મદમાં પાછા મરીને હેઠે (નર્ક, નિગોદમાં) ચાલ્યા જાય. (આમ ચક્કર ચાલ્યા કરે છે. ) અહીં કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ આત્મા અને રાગ તથા શરીર તદ્દન ભિન્ન ચીજ છે. એ કોઈ પણ રીતે એક થતા નથી એમ સર્વજ્ઞ દીઠું છે; માટે હું અજ્ઞાની! તું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com