________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૯૧
ચૈતન્યપ્રકાશમાં હોય ત્યારે રાગ-અંધકારમાં ન હોય અને જ્યારે રાગ-અંધકારમાં હોય ત્યારે ચૈતન્યપ્રકાશમાં ન હોય. જાઓ, કેવી શૈલી લીધી છે? રાગને પહેલાં અસ્વભાવભાવ કહ્યો હતો, અહીં એને અંધકાર કહ્યો છે. ક્નકર્મ અધિકાર, ગાથા ૭રમાં રાગને અશુચિ, જડ અને દુ:ખરૂપ કહ્યો છે. રાગ જડ અને અંધકારરૂપ છે કેમ કે તે નથી પોતાને જાણતો કે નથી પરને જાણતો. તે જ્ઞાન વડે જણાવા યોગ્ય છે, પણ તે જાણતો નથી તેથી જડ છે.
અહાહાપ્રકાશને અંધકારની જેમ ઉપયોગ અને અણ-ઉપયોગને એટલે સ્વભાવભાવ અને અસ્વભાવભાવને, ચેતનભાવ અને અચેતનભાવને, આનંદભાવ અને જડભાવ (દુઃખમયભાવ)ને-બન્નેને એકરૂપે રહેવાનો વિરોધ છે. મોક્ષ અધિકારમાં આવે છે કે (સાધકને) જે રાગ આવે છે એ વિષકુંભ છે. અને જે વીતરાગભાવ છે તે અમૃતકુંભ છે. બન્નેને એકપણે રહેવામાં વિરોધ છે. એટલે સાધકને પર્યાયમાં બન્ને સાથે હોવા છતાં ભિન્ન વસ્તુપણે છે, એકપણે નથી. અહીં સાથે રહેવાનો વિરોધ છે એનો અર્થ એમ લઈએ કે જ્યાં આનંદ છે ત્યાં રાગ નથી તો એનો અર્થ એમ નથી, કેમકે મુનિઓને આનંદ છે અને રાગ પણ છે. પરંતુ આનંદ રાગથી ભિન્નપણે રહ્યો છે, બે એકપણે રહ્યા નથી. (એટલે કે મુનિઓને જે અંશમાં વીતરાગતા છે–આનંદ છે એ તો આત્મા સાથે એકપણે અનુભવમાં આવે છે અને જેટલો રાગ રહ્યો છે તે આત્માથી ભિન્નપણે છે.) માટે અહીં એમ લેવું કે ઉપયોગને અને અણ-ઉપયોગને સાથે એટલે એકપણે રહેવામાં વિરોધ છે. રાગ રાગરૂપે છે, જ્ઞાતા પોતે પોતામાં રહીને રાગને જાણે. રાગ છે માટે જાણે એમ નહિ, પણ જ્ઞાતાની જ્ઞાનશક્તિનું એવું સામર્થ્ય છે તે વડે જાણે
અહાહા ! આ ઉપયોગસ્વભાવ એ પ્રકાશસ્વરૂપ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, ઉપવાસ આદિ શુભભાવ અંધકારસ્વરૂપ છે. ભારે આકરી વાત. અત્યારે તો લોકો આઠ ઉપવાસ કરે, અને એના ઉપર એક અઠ્ઠમ કરે તો પચીસ ઉપવાસનું ફળ મળે એમ કહે છે. પણ ભાઈ ! એ તો અપવાસ એટલે મીઠો વાસ છે. ત્યાં ઉપવાસ કયાં છે? ઉપ એટલે સમીપ, વાસ એટલે વસવું. આનંદના નાથ ભગવાન આત્માની સમીપ વસવું તે ઉપવાસ છે. પણ એ તો વસ્યો જ નથી ને.
આત્મા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે અને રાગ અંધકારરૂપ છે. બન્નેને એકપણે રહેવામાં વિરોધ છે. એટલે કે બન્ને કદાપિ એકપણે થાય નહિ. મોક્ષ અધિકારમાં કળશટીકામાં લખ્યું છે કે બે વચ્ચે સંધિ છે, નિ:સંધિ-એક થયા નથી. ચૈતન્યજ્યોતિ જ્ઞાનપ્રકાશની મૂર્તિ અને રાગ-અંધકાર એ બે વચ્ચે કદીય એક્તા થઈ નથી. બે વચ્ચે સંધિ છે, તડ છે અને જુદા છે. આવો વીતરાગનો માર્ગ છે, ભાઈ. જગ આખું અંધકારમાં ચાલે છે. (પદ્રવ્યમાં) આ કરું અને તે કરું, આ છોડું અને આ ગ્રહણ કરું એવા વિકલ્પો શું તારી જાત છે? (ના.) આ વિકલ્પો તો આત્માનો તિરસ્કાર કરનારા છે. આત્મા સાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com