________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત તેમાં કાંઈ બાધા નથી તેવી રીતે નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી.' અહાહા ! શું કહે છે? કે જેમ ખારાપણું અને પ્રવાહીપણું એ બે વિરુદ્ધ નથી (એકસાથે રહી શકે છે) એમ આ નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય રાગરૂપે થતું જોવામાં-દેખવામાં આવતું નથી. આવી વાત છે, ભાઈ. માણસને મૂળતત્ત્વની ખબર ન મળે અને પછી વ્રત, તપ અને ઉપવાસાદિ કરીને માને કે ધર્મ થઈ ગયો, પણ ભાઈ, એ બધું કરી કરીને મરી ગયો. એ રાગની ક્રિયાને-પુદ્ગલને કોઈ લોકો ધર્મ માને છે પણ એ ધર્મ નથી. કારણ કે એ શુભભાવથી પુદ્ગલ બંધાય અને એના ફળમાં પુદ્ગલ મળે, પણ આત્મા ન મળે.
ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ સમજણનો પિંડ પ્રભુ નિત્ય-ઉપયોગસ્વભાવ છે. એને પર્યાયમાં દષ્ટિમાં-લક્ષમાં લીધા વિના પર્યાયમાં રાગનું લક્ષ કર્યું અને રાગને અનુભવ્યો. તેથી શું આત્મા રાગસ્વભાવે થઈ ગયો? મીઠાનું પાણી થાય એમ શું જ્ઞાયક રાગપણે થઈ જાય છે? (નહિ) આ વ્યવહારરત્નત્રય કહે છે ને? એ (વ્યવહારરત્નત્રય) નિયમસારમાં (૧૨૧ મા) કળશમાં કહેવામાત્ર–કથનમાત્ર છે એમ કહ્યું છે. એવા વ્યવહારરત્નત્રયનો રાગ તો અનંતવાર કર્યો. અહીં કહે છે કે શું જ્ઞાયક નિર્વિકલ્પસ્વરૂપ આત્મા એ રાગના વિકલ્પપણે થયો છે કે જેથી તું એને ધર્મ માને છે?
ખારાપણું અને દ્રવત્વમાં વિરોધ નથી. પરંતુ નિત્ય-ઉપયોગલક્ષણ જીવદ્રવ્ય અને અનુપયોગસ્વરૂપ પુદગલદ્રવ્ય-રાગ એ બેને વિરોધ છે. એ બે એકરૂપ થતા નથી. ચૈતન્ય ઉપયોગસ્વભાવ ભગવાન આત્મા રાગના વિપરીત સ્વભાવે કદીય થતો નથી. જેમ મીઠાનું પાણી થાય એ તો તે જોયું છે તેમ ભગવાન જ્ઞાયક ચૈતન્ય ઉપયોગસ્વરૂપ વસ્તુને અચેતન પુદ્ગલસ્વભાવે-રાગસ્વભાવે થતી કદીય જોઈ છે તે? ભાઈ ! રાગ તે હું એમ તે માન્યું છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી. રાગપણે જીવ કદીય થયો નથી.
જેમ સૂર્યના કિરણમાં પ્રકાશ હોય છે તેમ ચૈતન્યસૂર્ય ભગવાન આત્માના કિરણમાં (ચેતના) પ્રકાશ હોય છે, એમાં રાગ હોતો નથી; કેમકે રાગ તો અંધકારમય છે, અંધકાર એ કાંઈ સૂર્યનું કિરણ કહેવાય? (ન કહેવાય) તેમ રાગનો અંધકાર એ કાંઈ ચૈતન્યસૂર્યનો અંશ કહેવાય ? ( ન કહેવાય ) આ વસ્તુ બધે ગોટે ચઢી ગઈ છે. આ વાત બીજે ક્યાંય નથી અને સંપ્રદાયમાં કહે છે કે આ બધું નિશ્ચયાભાસ છે. ભાઈ ! એમ નથી. બાપુ! નિશ્ચય માર્ગ જ આ છે. ચૈતન્યસૂર્યનું કિરણ-પર્યાય તો નિર્મળ જ્ઞાનમય હોય પણ રાગમય-અંધકારમય ન હોય. રાગ તો મલિન, અચેતન જડ પુદગલરૂપ છે. તેને અને ચૈતન્યને તે એક માન્યા એ મિથ્યાત્વભાવ છે.
જે પર્યાયે, તે જેની છે એવા સ્વને (આત્માને ) શેય ન બનાવતાં જે એનામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com