________________
ગાથા-૩૭ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩૭
पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि । चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ।। ३७ ।। છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭.
અન્વયાર્થ:- [પુર્વી તદ્રવ્યં] પુદ્દગલદ્રવ્ય [મૂર્ત] મૂર્ત છે, [ શેષ ] બાકીનાં દ્રવ્યો [મૂર્તિવિહિતાનિ] મૂર્તત્વ રહિત [મવન્તિ] છે; [ીવ: ] જીવ [ચૈતન્યમાવ: ] ચૈતન્યભાવવાળો છે, [ શેષાળિ] બાકીનાં દ્રવ્યો [ ચૈતન્યમુળવર્તિતાનિ] ચૈતન્યગુણ રહિત છે.
ટીકા:- આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.
તે ( પૂર્વોક્ત ) મૂળ પદાર્થોમાં, પુદ્દગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પુદ્ગલને (બંધ-અવસ્થામાં ) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા ) શુદ્ધપણું જ છે.
૩૯૧
[હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બ્લોક કહે છે: ]
( માલિની)
इति ललितपदानामावलिर्भाति नित्यं वदनसरसिजाते यस्य भव्योत्तमस्य । सपदि समयसारस्तस्य हृत्पुण्डरीके लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ।। ५३ ।।
[શ્લોકાર્થ:- ] એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (-શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.
ગાથા ૩૭: ટીકા ઉપરનું પ્રવચનઃ
‘આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.’
‘તે ( પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્દગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે;...' જુઓ, પુદ્દગલ સ્પર્ધાદિ સહિત મૂર્ત છે, ને બાકીનાં પાંચ દ્રવ્યો સ્પર્શાદિથી રહિત અમૂર્ત-અરૂપી છે.
‘ જીવ ચેતન છે, બાકીના અચેતન છે,...’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com