________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ સમયે સમયે પરિણમી રહ્યા છે. એક સ્થળે કહ્યું છે કે
" दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः।
स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः।।" આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, આત્માને જાણવો તે સમ્યજ્ઞાન છે અને આત્મામાં સ્થિતિ કરવી તે સમ્યકચારિત્ર છે. આ અભેદ રત્નત્રય સાક્ષાત્ મોક્ષનું કારણ છે. એનાથી બંધ કેમ હોઈ શકે? ૯૬ આત્મધ્યાનની મહત્તા
अप्पा झायदि णिम्मलउ किं बहुएँ अण्णेण। जो झायंतहँ परम-पउ लब्भइ एक्क-खणेण।। ९७।। आत्मानं ध्यायस्व निर्मलं किं बहना अन्येन। यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन।। ९७।। ધ્યાવો નિર્મળ આતમા, બહુ અન્યનું શું કામ?
જે ધ્યાતાં ક્ષણમાં કહો, ઉત્તમ પદ અભિરામ. ૯૭
હે યોગી, તે નિર્મળ પવિત્ર આત્માનું ધ્યાન કર, બીજા ઘણા પદાર્થોથી શું? અથવા અનેક વિકલ્પ સમુદાયથી પણ શું? કેમકે પરમાત્માનું ધ્યાન કરનારાઓને એક ક્ષણમાં મોક્ષપદ મળે છે.
સકળ શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત નિજ શુદ્ધ સહજાત્માનું ધ્યાન કરવાથી આ જીવને શીધ્ર મોક્ષપદ મળે છે. માટે પવિત્ર આત્માનું ધ્યાન કરવા યોગ્ય છે. એ આત્મધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે.
અહીં શિષ્ય પૂછે છે કે જો ધ્યાન કરવાથી મોક્ષ મળે છે તો વર્તમાનમાં ધ્યાન કરનારાઓનો મોક્ષ કેમ થતો નથી? તેનું સમાધાન-જેવું શુકલ ધ્યાન પ્રથમ સંહનનવાળા જીવોને થાય છે તેવું ધ્યાન વર્તમાનમાં નથી. તેમ કહ્યું છે કે
“अत्रेदानीम् निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः।
धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्याम् प्राग्विवर्तनम्।।”
આ કાળમાં આ ભરતક્ષેત્રમાં વીતરાગ ભગવાન શુકલધ્યાનનો નિષેધ કરે છે. પરંતુ ધર્મધ્યાન થઈ શકે છે. ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણી પણ અત્યારે નથી. તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે. સંસારની લાંબી સ્થિતિ ઘટાડવા અર્થે વર્તમાનમાં ધર્મધ્યાનનું સેવન કરવું જોઈએ કે જેથી પરંપરાએ મોક્ષ પણ મળી શકે. ધર્મધ્યાનના સેવનથી જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com