________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
દીક્ષા-શિક્ષા આપનારને ગુરુ કહે છે. નિશ્ચયથી તો વિષય-કપાયાદિ સમસ્ત વિભાવ પરિણતિનો ત્યાગ કરનાર હોવાથી પોતાનો શુદ્ધ સહુજાત્મા જ ગુરુ છે. તે વડે સંસારની નિવૃત્તિ થાય છે. યદ્યપિ પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતાને અર્થે જિનપ્રતિમાદિને વ્યવહારથી દેવ કહેવામાં આવે છે. તે દેવપ્રતિમાઓ વિશેષ પ્રકારનાં પુણ્ય તથા પરંપરાએ નિર્વાણનાં કારણ પણ બને છે. તથાપિ નિશ્ચયથી તો પોતાનો શુદ્ધાત્મા જ દેવ છે. કારણ કે તેની આરાધનાથી જ જીવ સંસારનાં બંધનોથી મુક્ત થાય છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનયથી સાધ્ય સાધકભાવે તીર્થ, ગુરુ અને દેવનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવું જોઈએ. નિશ્ચય દેવ, નિશ્ચય તીર્થ અને નિશ્ચય ગુરુ આત્મા જ છે તથા તે આરાધવા યોગ્ય છે. વ્યવહારનયથી શ્રી જિનેન્દ્રદેવ તથા તેઓની પ્રતિમા, ગુરુજ્ઞાની મહામુનિરાજ અને તીર્થ સિદ્ધક્ષેત્ર આદિક છે. તે સર્વ નિશ્ચયના સાધક છે. માટે પ્રથમ અવસ્થામાં તે આરાધવા યોગ્ય છે. ૯૫ નિશ્ચયથી આત્મસંવિત્તિ (જ્ઞાન) દર્શન છે
अप्पा दंसणु केवलु वि अण्णु सव्वु ववहारु। एक्कु जि जोइय झाइयइ जो तइलोयहँ सारु।।९६।। आत्मा दर्शनं केवलोऽपि अन्यः सर्वः व्यवहारः। एक एव योगिन् ध्यायते यः त्रैलोक्यस्य सारः।। ९६ ।। દર્શન કેવળ આતમા, અન્ય સર્વ વ્યવહાર;
યોગિન, એક જ ધ્યાવવો, ત્રિલોકનો જે સાર. ૯૬
કેવળ (એક) આત્મા જ સમ્યગ્દર્શન છે. અન્ય સર્વ વ્યવહાર છે, તે યોગી, એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે આત્મા ત્રણ લોકમાં ઉત્તમ છે.
વીતરાગ ચિદાનંદ અખંડ એક સ્વભાવવાળા આત્માના અભેદરૂપે જે શ્રદ્ધા જ્ઞાન તથા અનુભવ છે, તે જ અભેદ રત્નત્રય છે. નિર્વિકલ્પ ત્રિગુપ્તિરૂપ સમાધિમાં પરિણમેલો પોતાનો આત્મા જ નિશ્ચયનયથી સમ્યકત્વ છે, તે સિવાય અન્ય સર્વ વ્યવહાર છે. તે કારણથી આત્મા જ ધ્યાન યોગ્ય છે.
જેમ દ્રાક્ષ, કપૂર, ચંદનાદિ અનેક વસ્તુઓ એકઠી કરીને પાનક, એક જાતનો પીવાયોગ્ય પદાર્થ બનાવવામાં આવે છે અને અનેક પદાર્થોનો સંગ્રહ હોવાથી તે અનેક રસરૂપ છે તોપણ અભેદ દષ્ટિથી એક પાનક કહેવાય છે; તેમ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રાદિ અનેક ગુણોમાં પરિણમેલો આત્મા અનેકરૂપ છે તોપણ અભેદનયથી આત્મા એક જ વસ્તુ છે. આત્મા અનેક ગુણોનો એક અખંડ પિંડ છે. દરેક ગુણ આત્મામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com