________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૯
મતે નથી. તે કારણથી બંધનો પ્રતિપક્ષ એવો મોક્ષ પણ શુદ્ધનયથી નથી. જો શુદ્ઘનયથી બંધ માનીએ તો સદા બંધ જ રહેશે. એક દષ્ટાંત આપીને એ જ વાતને વિશેષપણે સિદ્ધ કરે છે. કોઈ એક પુરુષ સાંકળથી બંધાયેલો છે અને બીજો બંધાયેલો નથી. પ્રથમ જે પુરુષ બંધાયેલો હતો તે બંધનથી રહિત થયો એટલે મુક્ત કહેવાયો. બંધનમુક્ત કે જેને બંધન હતાં જ નહિ તેને જો તમે બંધનમુક્ત થયો એમ કહેવામાં આવે તો કોપ કરે અને કહે કે હું બંધાયેલો જ કયાં હતો કે મને મુક્ત થયો કહો છો? માટે બંધાયેલાનો મોક્ષ કહેવો યથાર્થ છે. પણ બંધાયેલો નથી તેને છૂટયો શી રીતે કહી શકાય? તે રીતે આ જીવ શુદ્ઘનયથી બંધાયેલો નથી તેથી મુક્ત કહેવું બરાબર નથી. બંધ પણ વ્યવહારનયથી છે અને મુક્તિ પણ તે જ નયથી છે. શુદ્ધનય મૂલ સ્વરૂપને કહેનાર હોવાથી તેના હિસાબે બંધ મોક્ષ નથી. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ બંધ તથા મોક્ષ છે. તેથી બંધનો અભાવ કરી મોક્ષપ્રાપ્તિ કર્તવ્ય છે. ૬૮
આત્મા સર્વ પ્રકારના વિકારોથી રહિત છે
अत्थि ण उब्भउ जर-मरणु रोय वि लिंग वि वण्ण। णियमिं अप्पु वियाणि तुहुँ जीवहँ एक्क वि सण्ण ।। ६९ ।।
अस्ति न उद्भवः जरामरणं रोगाः अपि लिङ्गान्यपि वर्णाः। नियमेन आत्मान् विजानीहि त्वं जीवस्य एकापि संज्ञा ।। ६९ ।।
જીવને જન્મ જરા મ૨ણ, રોગ વર્ણ નહિ કોય, આત્મન, સંજ્ઞા લિંગ નહિ, જાણ નિશ્ચયે સોય. ૬૯
હે જીવ, આત્માને જન્મ નથી, જરા, મરણ અને વ્યાધિ પણ નથી, લિંગ, વર્ણ તથા કોઈ પ્રકારની આકારાદિ સંજ્ઞા પણ નથી, અથવા નામાદિ સંજ્ઞા પણ નથીએમ તું જાણ.
વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી વિપરીત એવા ક્રોધ, માન, માયા અને લોભ આદિ વિભાવભાવોથી જે કર્મ ઉપાર્જન કરાયેલાં હોય છે તેના ઉદયથી પ્રાપ્ત થયેલા વિકારો શુદ્ધ નિશ્ચયનયથી જીવના નથી, કારણ કે આત્મા કેવલજ્ઞાનાદિ અનંત ગુણોથી પૂર્ણ છે. માટે સર્વ પ્રકારના કર્મ વિલાસથી તે જુદો જ છે. શુદ્ધ સહજાત્મદ્રવ્યથી ભિન્ન સર્વ પદાર્થો તૈયરૂપ છે, એમ જાણો.
૬૯
શુદ્ઘનયથી ઉપરોક્ત વિચારો જીવના નથી તો કોના છે? તે કહે છે
देहहँ उब्भउ जर-मरणु देहहँ वण्णु विचित्तु । देहहँ रोय वियाणि तुहुँ देहहँ लिंगु विचित्तु ।। ७० ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com