________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
હે યોગી, સંસારી જીવોને આઠ પ્રકારનાં કર્મ હોય છે. જેનાથી આવરણ પામેલો આ જીવ સમ્યકત્વાદિ આઠ ગુણરૂપ સ્વભાવને પામતો નથી. સિદ્ધ પરમાત્માના આઠ ગુણ કહે છે
सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं।
अगुरुलहुगं अव्वाबाहं अगुणा हुंति सिद्धाणं।। (૧) શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન રહિત જે આત્મ પરિણતિ થાય છે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. (૨) ત્રણ લોક અને ત્રણ કાલના સમસ્ત પદાર્થોને એક જ સમયમાં વિશેષરૂપે જે જાણે છે તે કેવલજ્ઞાન છે. (૩) સમસ્ત પદાર્થોને કેવલદષ્ટિથી એક જ સમયમાં જે દેખે છે તે કેવલદર્શન છે. (૪) અનંત શેયોને જાણવાની શક્તિ તે અનંતવીર્ય છે. (૫) અતીન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મત્વ છે. (૬) એક જીવની અવગાહના ક્યાં છે તે ક્ષેત્રમાં બીજા અનંત જીવ રહી શકે છે એવી અવકાશ આપવાની સામર્થ્યતાનું નામ અવગાહન ગુણ છે. (૭) સર્વથા ગુરુતા અને લઘુતાનો અભાવ-એટલે લઘુ પણ નહિ તથા ગુરુ પણ નહિ તે અગુરુલઘુ ગુણ છે. (૮) અને વેદનીય કર્મના ઉદયના અભાવમાં ઉત્પન્ન થયેલ સમસ્ત બાધારહિત જે નિરાબાધ ગુણ છે તે અવ્યાબાધ છે. સંસારમાં આત્માના આઠ ગુણ કર્મોથી ઢંકાયેલ છે. આત્માનો સમ્યગ્દર્શન ગુણ દર્શનમોહનીય કર્મથી આચ્છાદિત છે તેમ જ જ્ઞાનાવરણીથી કેવલજ્ઞાન, દર્શનાવરણીથી કેવલદર્શન, અંતરાયથી અનંતવીર્ય, આયુકર્મથી સૂક્ષ્મત્વ, નામકર્મથી અવગાહનત્વ, ગોત્રકર્મથી અગુસ્લઘુત્વ અને વેદનીયકર્મથી અવ્યાબાધ ગુણ આચ્છાદિત છે. આવરણ જવાથી સિદ્ધ અવસ્થામાં આ આઠ ગુણો પ્રગટ થાય છે. નિર્નામ, નિર્ગોત્ર, ઇત્યાદિ અનેક ગુણ શાસ્ત્રાનુસારે જાણવા યોગ્ય છે. સમ્યવાદિ નિજ ગુણસ્વરૂપ જે શુદ્ધ સહજ પરમાત્મા છે તે જ ઉપાદેય છે. બાકી સર્વ સાંસારિક ભાવો સર્વથા છાંડવા યોગ્ય છે. ૬૧ વિષય અને કષાયમાં આસક્ત થયેલા જીવો કર્મ બાંધે
विसय-कसायहिं रंगियहँ जे अणुया लग्गंति। जीव-पएसहँ मोहियहँ ते जिण कम्म भणंति।।६२।। विषयकषायैः रञ्जितानां ये अणवः लगन्ति। जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति।। ६२ ।। વિષય-કષાયે રત થતા, મોહી જીવને જેહ;
અણુ વળગે સ્વપ્રદેશમાં, કર્મ કહે જિન તેહ. ૬૨ વિષય કષાયથી રાગી અને મોહી જીવોના આત્મપ્રદેશોમાં જે પરમાણુ વળગે છે તે પરમાણુના સમુદાયને શ્રી જિન કર્મ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com