________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
કરે છે. જો શુદ્ધ નિશ્ચયનયથી વિચારવામાં આવે તો જીવ નિર્મલ જ્ઞાન, દર્શન સ્વભાવવાળો જ છે. વ્યવહારનયથી જીવ નર નારકાદિ પર્યાયો ધારણ કરે છે તથા કર્મબંધ પણ કરે છે. આત્મા સર્વથા મુક્ત છે એમ નથી. જો આત્મા પ્રથમ મુક્ત જ હોય તો બંધાય શી રીતે? અને જો એકાતે બંધાયેલો હોય તો મુકાય શી રીતે ? અબદ્ધ મુકાતો નથી-એટલે કે જે બંધનમાં નથી તેને મૂકવાનું શું રહ્યું? અપેક્ષાવાદથી સર્વ ઘટે છે પણ એકાંત માનતાં પરસ્પર વિરોધ આવે છે. ૫૯
વ્યવહારનયથી જીવ પુણ્યપાપરૂપ થાય છે
एहु ववाहारें जीवडउ हेउ लहेविणु कम्मु। बहुविह-भावें परिणवइ तेण जि धम्मु अहम्मु।। ६०।। एष व्यवहारेण जीवः हेतुं लब्ध्वा कर्म। વવિધમાવેન પરિ|મતિ તેન વ ધર્મ: ૩ ધર્મ: ૬૦ના કર્મરૂપ કારણ લહી, વ્યવહારે જીવ જેમ,
બહુવિધ ભાવે પરિણમે, ધર્મ અધર્મરૂપ તેમ. ૬૦
આ જીવ વ્યવહારનયથી કર્મરૂપ કારણને પામીને અનેક વિકારરૂપે પરિણમે છે તેથી તે ધર્મ (પુણ્ય ) અધર્મ (પાપ) રૂપે થાય છે.
આ જીવ શુદ્ધ નિશ્ચયનયથી વીતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળો છે. તોપણ વ્યવહારનયથી વર્તમાનમાં તે સ્વભાવની પ્રગટતા ન હોવાથી રાગાદિ વિભાવભાવે પરિણમીને શુભ-અશુભ ભાવો વડે પુણ્ય-પાપરૂપ થાય છે. જોકે વ્યવહારનયથી આત્મા પુણ્ય-પાપરૂપ થાય છે. તોપણ પરમાત્માની અનુભૂતિની સાથે રહેનાર જે વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર તથા ઇચ્છાનિરોધરૂપ તપાદિ ચાર નિશ્ચય આરાધનાઓ છે તેની ભાવનાના સમયે વીતરાગ પરમાનંદ એક રૂપ મોક્ષ સુખથી અભિન્ન એવો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એમ ભાવાર્થ છે. ૬૦
કર્મ આઠ પ્રકારનાં છેते पुणु जीवहँ जोइया अट्ठ वि कम्म हवंति। जेहिं जि झंपिय जीव णवि अप्प-सहाउ लहंति।।६१।। तानि पुन: जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति। છે. જીવ ઋાહિતી: નીવા: નૈવ આત્મસ્વમાનં તમન્તા દુઃા/ યોગિનું, જીવને તે થતાં, અડવિધ કર્મ જમાવ; તેથી આચ્છાદિત જીવ, લહે ન આત્મસ્વભાવ. ૬૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com