________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રૂપ
ચારિત્રગુણને વિપરીત કરે છે, આયુકર્મ આત્માને શરીરમાં રોકી રાખે છેએટલે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતું નથી. ગોત્રકર્મ જીવને ઊંચનીચ ગોત્રમાં નાખે છે, અને અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રમાણે કર્મ પોતપોતાનાં કાર્ય કર્યા કરે છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકતાં નથી, તેમ જ નાશ કર્યો પણ નથી તથા કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, આત્મા જેવો છે તેવો જ છે. રૌદ્ર આદિ અશુભ ધ્યાન છોડીને એક શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર. તે જ સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે. ૪૮
આત્મા કર્મરૂપ થતો નથી
कम्म-णिबद्ध वि होइ णवि जो फुडु कम्मु कया वि। कम्मु वि जो ण कया वि फुडु सो परमप्पउ भावि।।४९ ।। कर्मनिबद्धोऽपि भवति नैव यः स्फुटं कर्म कदापि। कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय।। ४९ ।। કર્મબદ્ધ પણ જે કદી, કર્મરૂપ નહિ થાય; કર્મો પણ કદી તે નહીં, ચિંતવ તે ચિદ્રાય. ૪૯
જે ચિદાનંદ આત્મા જ્ઞાનાવરણાદિ કર્મોથી બદ્ધ છતાં કદી પણ નિશ્ચયનયથી કર્મરૂપ થતો નથી અને કર્મ પણ કોઈ પણ સમયે પરમાત્મરૂપ થતાં નથી તેને તું પરમાત્મા જાણ તથા ચિંતવ.
આત્મા પોતાના શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના અભાવથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિ શુભ-અશુભ કર્મોથી વ્યવહારનયની અપેક્ષાએ બંધાયેલો છે તો પણ તે આત્મા શુદ્ધ નિશ્ચયનયથી કર્મરૂપ થતો નથી, અર્થાત્ કેવલજ્ઞાનાદિ અનંતગુણરૂપ પોતાના સ્વરૂપને તજીને કર્મરૂપ પરિણમતો નથી તેમ જ જ્ઞાનાવરણાદિ કર્મ પણ આત્મારૂપે પરિણમતાં નથી, અર્થાત્ કર્મ પોતાનું જડપણું તજી ચૈતન્યપણું પામતાં નથી અને ચૈતન્ય જડપણું પામતું નથી. બન્ને દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહે છે. અનાદિકાળની આ મર્યાદા છે. માટે કર્મોથી ભિન્ન જ્ઞાન-દર્શનમય પરમાત્મા જ ઉપાદેય છે. ૪૯
આત્મા દેહપ્રમાણ છેकि वि भणंति जिउ सव्वगउ जिउ जडु के वि भणंति। कि वि भणंति जिउ देह-समु सुण्णु वि के वि भणंति।।५०।। केऽपि भणन्ति जीवं सर्वगतं जीवं जडं केऽपि भणन्ति। केऽपि भणन्ति जीवं देहसमं शून्यमपि केऽपि भणन्ति।। ५० ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com