________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ પરમાત્મામાં અનંત જ્ઞાન છે
णेयाभावे विल्लि जिम थक्कइ णाणु वलेवि। मुक्कहँ जसु पय बिंबियउ परम-सहाउ भणेवि।। ४७।। ज्ञेयाभावे वल्ली यथा तिष्टति ज्ञानं वलित्वा। मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्व।। ४७।। શેય અભાવે મુક્તનું; અમિત જ્ઞાન મિતરૂપ;
એ પદમાં સર્વજ્ઞતા, પરમ સ્વભાવ સ્વરૂપ. ૪૭ જેમ મંડપના અભાવમાં લતા આગળ વધતી અટકી જાય છે, એટલે કે જ્યાં સુધી મંડપ હોય છે ત્યાં સુધી લતા તેના પર ચઢયા કરે છે, આગળ નહિ, તેમ મુક્ત જીવોનું જ્ઞાન પણ જ્યાં સુધી શેય પદાર્થો છે ત્યાં સુધી ફેલાય છે એટલે જાણે છે અને શેયનું અવલંબન ન મળવાથી જાણવાની શક્તિ છતાં જ્ઞાન અટકે છે, કારણ કે આગળ પદાર્થ નથી તો જાણે શું? પરમાત્માનું જ્ઞાન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે અર્થાત્ પરમાત્માના જ્ઞાનમાં સમસ્ત શેય પદાર્થો પ્રતિબિંબિત થઈ રહ્યા છે, કારણ કે પદાર્થ અને જ્ઞાનનો ય-જ્ઞાયક સંબંધ છે. ૪૭
આત્મા અનુત્પન્ન પદાર્થ છેकम्महिं जासु जणंतहिं वि णिउणिउ कज्जु सया वि। किं पि ण जणियउ हरिउ ण वि सो परमप्पउ भावि।। ४८।। कर्मभिः यस्य जनयद्भिरपि निजनिजकार्यं सदापि। किमपि न जनितो हृतः नैव तं परमात्मानं भावय।। ४८।। કર્મ સદા નિજ નિજ કરે-કાર્ય, છતાં ન જરાય;ઊપજે વિણસે જેહનું, ચિંતવ તે ચિદ્રાય. ૪૮
જ્ઞાનાવરણાદિ કર્મ સદા પોતપોતાનાં સુખદુઃખાદિ કાર્ય કરે છે તોપણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી તેમ જ આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી તથા બીજી સ્થિતિ પણ કરી નથી તે આત્માને તું પરમાત્મા જાણ તથા તેની ભાવના કર.
વ્યવહારનયથી સંસાર અવસ્થામાં શુદ્ધસ્વરૂપને આવરણ કરનારા કર્મો પોતપોતાનાં કાર્યો કરે છે. જેમકે જ્ઞાનાવરણી કર્મ આત્માના જ્ઞાનગુણને આવરણ કરે છે, દર્શનાવરણ દર્શનગુણ આવરે છે, વેદનીય સાતા-અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતીન્દ્રિય સુખને ઘાત છે, મોહનીય કર્મ સમ્યકત્વ તથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com