________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
देहे वसन्तमपि हरिहरा अपि यं अद्यापि न जानन्ति। परमसमाधितपसा विना तं परमात्मानं भणन्ति।। ४२ ।। હરિહર પણ અદ્યાપિ ના, પ્રીછે વસે તન તોય. વર સમાધિ તપ પ્રાપ્તિ વિણ, પરમાતમ ગણ સોય. ૪૨
શરીરમાં વસવા છતાં જે પરમાત્માને પરમ સમાધિ, તપ વિના હરિહરાદિક પણ આજ સુધી જાણતા નથી, તેને મહાપુરુષો પરમાત્મા કહે છે.
આત્મા વ્યવહારનયથી શરીરમાં રહે છે પણ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં જીવો તેને જાણી શકતા નથી. હરિહરાદિ જેવો મહાપુરુષો પણ શુદ્ધોપયોગ રૂપ વીતરાગ પરિણતિ વિના તે પરમાત્મસ્વરૂપ જાણી શક્તા નથી, તે પરમાત્મા છે એમ જાણ.
પૂર્વભવમાં કોઈ એક જીવ ભેદ-અભેદ રત્નત્રયની આરાધના કરીને તથા વિશેષ પ્રકારનો પુણ્યબંધ કરીને પશ્ચાત્ અજ્ઞાનભાવથી નિદાનબંધ કરે છે. પછી દેહત્યાગ કરી સ્વર્ગમાં દેવપણે ઊપજે છે. ત્યાંથી આવી મનુષ્ય થઈ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ થાય છે. તે વાસુદેવને જ હરિ કહેવામાં આવે છે. કોઈ જીવ જિનદીક્ષા ગ્રહણ કરી ઉત્તમ સમાધિના બળે કરી પુણ્યબંધ કરીને પાછળથી પૂર્વકૃત ચારિત્રમોહનીયના ઉદયથી વિષયોમાં આસક્ત થઈને રુદ્ર થાય છે, તે હર કહેવાય છે. એવા પુરુષો પણ પરમાત્માને કેમ જાણતા નથી એમ કોઈ પ્રશ્ન કરે છે. તો તેને કહે છે કે તમારું કથન યોગ્ય છે. જોકે તેઓએ રત્નત્રયની આરાધના કરેલી છે તોપણ જેવા વીતરાગ નિર્વિકલ્પ રત્નત્રયસ્વરૂપથી તે જ ભવે મોક્ષ થાય છે તેવા રત્નત્રયને તેઓ જાણતા નથી. વીતરાગ રત્નત્રય જ તદ્દભવ મોક્ષનું કારણ છે; એમ વીતરાગ યોગીઓ જાણે છે, બીજાઓ તેમ જાણતા નથી. સારાંશ આ છે કે તે સાક્ષાત્ ઉપાદેય શુદ્ધ સહજાત્મસ્વરૂપને તદ્ભવ મોક્ષગામી સાધક-મહામુનિઓ જ સાધી શકે છે પણ હરિહરાદિક જેવા પણ જાણી શકતા નથી. એવો જે પરમાત્મા છે તે જ સર્વથા ઉપાદેય છે. ૪૨ આત્મા ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સંયુક્ત છે.
भावाभावहिं संजुवउ भावाभावहिं जो जि। देहे जि दिट्ठउ जिणवरहिं मुणि परमप्पउ सो जि।।४३।। भावाभावाभ्यां संयुक्तः भावाभावाभ्यां य एव। देहे एव दुष्ट: जिनवरैः मन्यस्व परमात्मानं तमेव।। ४३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com