________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
શુદ્ધરૂપે પરિણમે છે ત્યારે વિભાવનો ક્ષય કરતો હોવાથી હર્તા બને છે. આ જીવ જ જ્ઞાન-અજ્ઞાન દશાથી કર્તા-હુર્તા બને છે. હરિહરાદિ કોઈ કર્તા-હર્તા નથી.
પૂર્વે જે આત્મા કહેવામાં આવ્યો છે તે જ શુદ્ધદ્રવ્યાર્થિક નયથી શુદ્ધ છે તોપણ અનાદિ પરંપરાથી આવેલા જ્ઞાનાવરણાદિ કર્મબંધથી આચ્છાદિત હોવાને લીધે, વીતરાગ નિર્વિકલ્પ સહજ આનંદ એક રૂપ સુખના સ્વાદને ન પામતો હોવાથી વ્યવહારનયથી તે ત્રસ થાય છે, સ્થાવર થાય છે તથા કર્મના કારણે સ્ત્રી, પુરુષ તથા નપુંસક લિંગને પણ ધારણ કરે છે. તે કારણથી આત્મા જ જગતનો કર્તા કહેવાય છે. કોઈ પણ અન્ય કલ્પિત પરમાત્મા જગતનો કર્તા નથી.
જ્યારે આ આત્મા નિર્વિકલ્પ સમાધિ વડે રાગાદિ વિકલ્પ જાળનો ક્ષય કરે છે તે સમયે ઉપાયભૂત મોક્ષસુખનો સાધક હોવાથી આત્મા ઉપાદેય બને છે. ૪૦
પરમાત્માના કેવલજ્ઞાનરૂપ પ્રકાશમાં જગત વસે છે અને જગતમાં તે રહે છે તો પણ તે જગતરૂપ નથી એમ પ્રતિપાદન કરે છે
जसु अब्भंतरि जगु वसइ जग अभंतरि जो जि। जगि जि वसंतु वि जगु जि ण वि मुणि परमप्पउ सो जि।।४।। यस्य अभ्यन्तरे जगत् वनति, जगदभ्यन्तरे य एव। जगति एव वसन्नपि जगत् एव नापि मन्यस्व परमात्मानं तमेव।। ४१।। જેના જ્ઞાને જગ વસે, વસે જગતમાં જેહુ;
જગે વસે પણ જગ નહિં, ગણ પરમાતમ એહ. ૪૧
જે પરમાત્માના કેવલજ્ઞાનમાં જ્ઞયભૂત સમસ્ત જગત વસે છે- છે એટલે પ્રત્યક્ષ ભાસે છે અને તે જગતમાં તે ભગવાન વસે છે, -દ્રવ્યરૂપ વિશ્વમાં વસવા છતાં, જેમ આંખ રૂપમાં તન્મય થતી નથી તેમ ભગવાન અન્ય દ્રવ્યરૂપે થતા નથી–એવા સ્વરૂપવાળા આત્માને પરમાત્મા જાણ.
હે પ્રભાકર ભટ્ટ, વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. કેવલજ્ઞાનાદિ વ્યક્તિ (પ્રગટતા) રૂપ કાર્યસમયસાર છે, તેનું કારણ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ પોતાના ભાવ જ ઉપાદેય છે, અર્થાત્ નિજભાવ જ મોક્ષનું કારણ છે. ૪૧.
સંસારવાસી આત્માઓ પરમાત્માને જાણતા નથી
देहि वसंतु वि हरि-हर वि जं अज्ज वि ण मुणंति। परम-समाहि -तवेण विणु सो परमप्पु भणंति।।४२।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com