________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૫ અંતરાત્માનું લક્ષણ કહે છે
देह-विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ। परम-समाहि परिठियउ पंडिउ सो जि हवेइ।।१४।। देहविभिन्नं ज्ञानमयं यः परमात्मानं पश्यति। परमसमाधिपरिस्थितः पण्डितः स एव भवति।। १४ ।। જ્ઞાનમયી પરમાત્માને, જુએ દેહથી ભિન્ન;
પરમ સમાધિસ્થિત છે, પંડિત તે જ પ્રવીણ. ૧૪
જે જીવ પરમ સમાધિમાં સ્થિત થઈ શરીરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ પરમાત્માને જાણે છે તે જ પંડિત, અંતરાત્મા છે.
જો કે અનુપચરિત અસભૂત વ્યવહારનયથી આત્માની સાથે દેહનો સંબંધ મનાય છે, તોપણ નિશ્ચયનયથી આત્મા તેથી જુદો જ્ઞાનસ્વરૂપ કેવલજ્ઞાનયુક્ત છે, એમ જે શુદ્ધ સહજાત્મા, પરમાત્માને સ્વરૂપસ્થ થઈને જાણે છે, તે જ પંડિત અંતરાત્મા, વિવેકી છે. કહ્યું છે કે “વ: પંડિતો વિવેવી” એટલે પંડિત કોણ? તો કે જે વિવેકવાન છે તે. જેને આત્મા –અનાત્માનો ભેદ પડ્યો છે તે વિવેકી ભેદ-વિજ્ઞાની છે. પરમાત્માની અપેક્ષાએ અંતરાત્મા પણ હોય છે, માત્ર એક શુદ્ધાત્મસ્વરૂપવાળા પરમાત્મા જ સાક્ષાત્ ઉપાદેય છે. ૧૪ પરમાત્માનું સ્વરૂપ કહે છે
अप्पा लद्धउ णाणमउ कम्म-विमुक्त जेण। मेल्लिवि सयलु वि दव्वु परु सो परु मुणहि मणेण।।५।। आत्मा लब्धो ज्ञानमयः कर्मविमुक्तेन येन। मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा।। १५ ।। કર્મમુક્ત થઈ જ્ઞાનમય, પામ્યા જે સહજાભ;
તજી સકલ પરદ્રવ્યને, પ્રીછ તે જ પરમાત્મ. ૧૫
જેણે સમસ્ત પરપદાર્થોનો ત્યાગ કરીને તથા જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મને ભાવકર્મથી વિમુક્ત થઈને કેવલજ્ઞાન સ્વરૂપ શુદ્ધ સહુજાત્મા પ્રાપ્ત કર્યો છે તેનું તું નિર્મળ હૃદયથી પરમાત્મા જાણ.
જે દેહરાગાદિ સમસ્ત પર દ્રવ્યોનો ત્યાગ કરી તથા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્ત થઈ કેવલજ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તે આત્માને છે પ્રભાકર ભટ્ટ, તું માયા મિથ્યાત્વ નિદાનરૂપે ત્રણે શલ્યોનો તથા સમસ્ત વિભાવભાવનો ત્યાગ કરી શુદ્ધ મન વડે પરમાત્મા જાણ. એ પરમાત્મા જ ઉપાદેય છે. જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાવરૂપ પરદ્રવ્ય હેય છે. ૧૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com