SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૩ ગણ ગૃહવાસ ન શ્રેયરૂપ, કિંતુ પાપાવાસ; કાળે જાળ અચળ રચી, મનુજ ફસાવા ખાસ. ૧૪૪ હે જીવ, આ ઘરવાસ છે, એમ ન જાણ, પણ આ તો પાપનું નિવાસસ્થાન છે તથા યમરાજાએ જીવોને બાંધવા માટે મજબૂત પાશ રચેલી છે, એમાં સંદેહ નથી. ઘર શબ્દથી મુખ્યપણે સ્ત્રીનું ગ્રહણ છે, કારણ કે સ્ત્રી જ ગૃહવાસનું મૂળ છે, સ્ત્રી વિનાનું ઘર શું? અન્ય સ્થળે કહ્યું છે કે “ન ગૃ૬ ગૃહનિત્યાહુ ગૃહિણી મુચ્યતે” અર્થાત્ માટી-ચૂનાનું ઘર તે ઘર નથી. પરંતુ સ્ત્રી જ ઘર કહેવાય છે. સ્ત્રીત્યાગ કરનાર પુરુષ ત્યાગી પણ મનાય છે. તે ઘર મોહને રહેવાનું સ્થાન છે. તેમાં ફસાયેલો પ્રાણી શુદ્ધ આત્મજ્ઞાન કે આત્મધ્યાનરૂપ આત્મકલ્યાણને વિસારી મૂકે છે. ગૃહત્યાગ વિના મનની ચંચળતા મટતી નથી. તેથી મનની સ્થિરતા કરી આત્મભાવનામાં લીનતા માટે ગૃહત્યાગ આવશ્યક છે. ગૃહસ્થાશ્રમમાં કષાયનાં અનેક નિમિત્ત હોય છે. " कषायैरिन्द्रियैर्दुष्टैर्व्याकुलीक्रियते मनः। યત: વસ્તુ ન શક્યતે ભાવના ગૃહિિમ: ” ગૃહસ્થાશ્રમમાં દુષ્ટ કષાય તથા ઈન્દ્રિયો વડે મન આકુળવ્યાકુલ કરાય છે, જેથી ગૃહસ્થો આત્મભાવના કરવામાં સમર્થ થતા નથી. આત્મશ્રેય સાધવા માટે ગૃહત્યાગ જરૂરનો છે. ૧૪૪ ગુહની મમતા છોડાવી દેહની મમતા સજાવે છે. देहु वि जित्थु ण अप्पणउ तहिं अप्पणउ किं अण्णु। परकारणि मण गुरुव तुहुँ सिव-संगमु अवगण्णु।।१४५।। देहोऽपि यत्र नात्मीयः तत्रात्मीयं किमन्यत्। परकारणे मा मुझ त्वं शिवसंगमं अवगण्य।।१४५ ।। તન પણ નહિ જ્યાં સ્વાત્મનુ, ત્યાં શું અન્ય સ્વ થાય? પર-કારણ કર મોહ ના, તું શિવસંગ વિહાય. ૧૪૫ જે સંસારમાં શરીર પણ પોતાનું નથી ત્યાં બીજા પદાર્થો પોતાના કયાંથી હોય? તે કારણે તું શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્માની ભાવનાની અવગણના કરી પુત્ર, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણઆદિ ઉપકરણોમાં મમતા ન કર. જે દેહ દૂધમાં પાણી માફક જીવની સાથે એકમેક થઈ રહ્યો છે તે દેહ પણ જીવનું સ્વરૂપ નથી તો પછી ધન-ધાન્યાદિ પદાર્થો જે આત્માથી કેવળ ભિન્ન છે તે તો આત્માના ક્યાંથી થઈ શકે ? એમ સમજી બાહ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy