________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) બીજી પરઘાતરૂપ. મિથ્યાત્વ રાગાદિના નિમિત્તથી જોયેલ, સાંભળેલ, અનુભવેલ ભોગોની અભિલાષારૂપ જે તીક્ષ્ણ શસ્ત્ર તેથી પોતાના જ્ઞાનાદિ પ્રાણોની હિંસા કરવી તે નિશ્ચય હિંસા છે. એ રાગાદિ વિભાવ પરિણામોથી જ્ઞાનાદિ આત્મભાવ હણાય છે. આ નિશ્ચય હિંસા જ આત્મઘાત છે. પ્રમાદયુક્ત યોગથી અવિવેકી થઈને એકેન્દ્રિયાદિ જીવોની હિંસા કરવી તે પરઘાતરૂપ હિંસા છે. જ્યારે આત્મા અન્ય પ્રાણીઓને મારી નાખવાનો વિચાર કરે છે ત્યારે આત્મપરિણામમાં કષાય પ્રગટે છે. તે કષાયથી આત્મા મલિન થાય છે. અને એ ભાવોની કલુષતા જ નિશ્ચય હિંસા છે. તેથી પરઘાતરૂપ હિંસા આત્મઘાતનું કારણ બને છે એમ હિંસક આત્મા પરનો ઘાત કરીને પોતાનો જ ઘાત કરે છે. તેથી સ્વદયા તથા પરદયાનું સ્વરૂપ સમજીને સર્વથા હિંસા તજવી. હિંસા જેવું કોઈ પાપ નથી. રાગાદિનો અભાવ તે સ્વદયા અને પ્રમાદરહિત વિવેકરૂપ કરુણાભાવ તે પરદયા છે. આ સ્વદયા તથા પરદયા ધર્મનું મૂળ કારણ છે. પાપી પ્રાણીઓના પરિણામોમાં પવિત્રતા હોતી નથી. પરપ્રાણીનો ઘાત થવો તો તેના આયુષ્યને અનુસાર છે. પણ આત્મા કોઈને મારી નાખવાનો જ્યાં વિચાર કરે છે ત્યાં જ તે વિચાર વિકૃતિને લીધે તત્કાલ આત્મઘાતી થાય છે. ૧૨૫
मारिवि चूरिवि जावडा जं तुहुँ दुक्खु करीसि। तं तह पासि अणंत-गुणु अवसइँ जीव लहीसि।।१२६ ।। मारयित्वा चूर्णयित्वा जीवान् यत् त्वं दुःखं करिष्यसि। तत्तदपेक्षया अनंतगुणं अवश्यमेव जीव लभसे।। १२६ । । મારી ચૂરી જીવને, જે તું દુઃખ દઈશ; તેથી અનંત ઘણું નકી, ફળ તું જીવ, લઈશ. ૧૨૬
હું જીવ, તું જીવોને મારીને, કચરીને જે દુઃખી કરે છે તેથી અનંતગણું દુ:ખ તું અવશ્ય પામીશ.
- મિથ્યાત્વ રાગાદિ ભાવમાં પરિણમે ત્યાં આ જીવ પ્રથમ પોતે પોતાનો ઘાત કરે છે, પણ બીજા જીવોની હિંસાનો તો કોઈ નિયમ નથી. અર્થાત્ બીજા જીવોનો ઘાત થાય કે ન પણ થાય. અશુદ્ધ પરિણતિથી આત્માનો શુદ્ધ ભાવ હણાય છે તે હિંસા છે, તે આત્મઘાત છે. જ્યારે આ જીવ બીજાને મારવાનો અભિપ્રાય કરે છે ત્યારે અશુદ્ધ પરિણતિને લીધે પ્રથમ પોતાનો જ ઘાત કરે છે અને પરનો વિનાશ પછી થાય છે. જેમ બીજાના ઘાત માટે તેના તરફ ફેંકવા માટે ઉષ્ણ લોખંડના ગોળાને પકડવા જતાં પ્રથમ તો પોતાનો હાથ દાઝે છે તેમ અન્ય પ્રાણીઓની હિંસા કરવાથી તે હિંસાના ભાવ થતાં જ પ્રથમ પોતાની હિંસા થાય છે. કહ્યું છે કે -
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com