________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ સદ્દગુરવે નમોમનઃ શ્રીમદ્ યોગીન્દુદેવ-વિરચિત
૫૨માત્મપ્રકાશ
પ્રથમાધિકાર ત્રિવિધ આત્મા પ્રાસ્તાવિક મંગલ
દોહા જન્મ જરા મરણાદિનાં, દુ:ખનો જ્યાં નહિ પાર; એવા આ ભવસિંધુથી, કરે કોણ ઉદ્ધાર? ૧. મુમુક્ષુને આ કાળમાં, કૃપાળુ તારણહાર; જ્ઞાની ગુરુ રાજ વિણ, કોણ અવર આધાર? ૨ ધન્યભાગ્ય મોક્ષાર્થિના, આત્મજ્ઞાન-અવતાર; રાજચંદ્ર ગુરુવર મળ્યા, દિવ્ય દષ્ટિ દાતાર. ૩ સમાધિ સુખમાં રાજતા, યોગીન્દુ ગુરુ રાજ; અનન્ય આશ્રય તુજ રહો, શીધ્ર લહુ શિવરાજ. ૪ હે પરમાત્મપ્રકાશકર, પ્રણમું ધરી ઉલ્લાસ; ૨મું પરમાત્મપ્રકાશમાં, હો ઉરતિમિર વિનાશ. ૫
સંસ્કૃત ટીકાકાર શ્રીમદ્ બ્રહ્મદેવનું મંગલાચરણचिदानन्दैकरूपाय जिनाय परमात्मने।
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः।। જે ચિદાનંદ એટલે ચૈતન્યરૂપ નિજ નિર્મળ સહજ આત્મસ્વરૂપના અનંત અતીન્દ્રિય આનંદથી પરિપૂર્ણ સ્વભાવવાળા છે, જે રાગદ્વેષ અને અજ્ઞાનરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com