________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૯૧
હોઈ શકે? આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે કે, આ જીવ અનાદિકાલથી વિષય-કષાયોથી મલિન થઈ રહ્યો છે, વ્યવહાર સાધન વિના તે નિર્મળ થઈ શકતો નથી. જ્યારે મિથ્યાત્વ, અવ્રત, કષાયાદિની ક્ષીણતા થવાથી આત્મા, સદ્દેવ, સદ્ગુરુ તથા સદ્ધર્મની શ્રદ્ધા કરે, તત્ત્વોને યથાર્થ જાણે, અશુભ ક્રિયાને ટાળે ત્યારે અધ્યાત્મનો અધિકારી થાય છે. જેમ મલિન વસ્ત્રને સાફ કરવાથી તે રંગવા યોગ્ય થાય છે તેમ વિષય-કષાયાદિના ત્યાગરૂપ વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગને યોગ્ય થાય છે.
મોક્ષમાર્ગ બે પ્રકારના છે. એક વ્યવહાર મોક્ષમાર્ગ, બીજો નિશ્ચય મોક્ષમાર્ગ છે. નિશ્ચય સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અને વ્યવહાર પરંપરાએ મોક્ષમાર્ગ છે. નિશ્ચય મોક્ષમાર્ગ પણ સવિકલ્પ, નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારે છે. હું અનંતજ્ઞાનરૂપ છું ઇત્યાદિ સવિકલ્પ મોક્ષમાર્ગ સાધક છે તથા જ્યાં કંઈ ચિંતવન નથી, બોલવાપણું નથી, બીજી કોઈ ચેષ્ટા નથી તે નિર્વિકલ્પ સમાધિરૂપ સાધ્ય છે. સવિકલ્પ-નિર્વિકલ્પ મોક્ષમાર્ગના સંબંધમાં તત્ત્વસારમાં આ ગાથા આપી છે
जं पुण सगयं तच्वं सवियप्पं होइ तह य अवियप्पं । सवियप्पं सासवयं णिरासवं विगयसंकप्पं।।
આત્મતત્ત્વ સવિકલ્પ નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારનું છે. તેમાં સવિકલ્પ આસ્રવ સહિત છે અને નિર્વિકલ્પ આસ્રવ રહિત છે. ૧૪
વ્યવહાર મોક્ષમાર્ગનું કથન કરે છે
दव्वइँ जाणइ जहठियइँ तह जगि मण्णइ जो जि । अप्पहँ केरउ भावडउ अविचलु दंसणु सो जि ।। १५ ।। द्रव्याणि जानाति यथास्थितानि तथा जगति मन्यते य एव । આત્મન: સંવન્દી ભાવ: અવિવા: વર્શનં સવા ?′′ ||
દ્રવ્ય યથાસ્થિત જાણીને, શ્રદ્ધે જગમાં જે; અવિચળ આત્મ સંબંધી એ, ભાવ જ દર્શન તેહ. ૧૫
જગતમાં જીવાદિ દ્રવ્યોને જે યથાસ્થિત, જેમ છે તેમ, જાણે છે તથા તે જ પ્રમાણે શ્રદ્ધા કરે છે, તે આત્માનો નિશ્ચળ ભાવ ચળ મલિન તથા અવગાઢ દોષરહિત આત્મભાવ-સમ્યગ્દર્શન છે. પોતાનો શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે, તેનું કારણ વ્યવહાર સમ્યક્ત્વ છે. સાચા દેવ, ગુરુ તથા શાસ્ત્રની પચ્ચીસ દોષ રહિત સાચી શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહે છે. સમ્યક્ત્વ જીવનો સ્વભાવ છે.
આ સમ્યગ્દર્શન ચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે તથા કામધેનુ છે એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com